નવજીવન ન્યૂઝ. દાહોદઃ Dahod LCB Operation : ગુજરાતમાં પાડોશી રાજ્યમાંથી દારૂ ઠાલવામાં આવતો હોવાની વાત નવાઈની નથી. ત્યારે ગુજરાતનો દાહોદ (Dahod) જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલો છે. જ્યાં ગામના અંતરિયાળ રસ્તા પરથી ગાંધીના ગુજરાતમાં મોટા પાયે દારૂ ઘુસાડવામાં આવે છે. બુટલેગર પોલીસને અંધારામાં રાખીને અવનવી તરકીબોથી રાજ્યમાં દારૂ ઘુસાડતા (Liquor Smuggling) હોય છે. ત્યારે બુટલેગરને પકડવા પોલીસ પણ સ્માર્ટ (Smart Police) બની છે. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Dahod LCB Police) મોસ્ટ વોન્ટેડ બુટલેગરને (Most Wanted Bootlegger) ઝડપી પાડવા માટે એવો પ્લાન બનાવ્યો કે બુટલેગર પણ ગોથું ખાઈ ગયો અને પોલીસની પકડમાં આવી ગયો.
ગુજરાતમાં 24 તથા દાહોદ જિલ્લામાં 10ની યાદીમાં પોલીસ ચોંપડે વોન્ટેડ લીસ્ટમાં સામેલ છે, તેવો બુટલેગર પીદીયા રતના સંગાડીયા (સંગાજડા) વર્ષ 2007થી અત્યાર સુધી 144 દારૂના કેસમાં ભાગતો ફરતો હતો. આ બુટલેગર ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં રહીને ગુજરાતમાં દારૂ ઘુસાડતો હતો. જોકે પોલીસ ચોંપડે અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર થતાં તેની ઉપર રૂપિયા 10 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસ છેલ્લા 10 વર્ષથી પ્રયત્ન કરી રહી હતી. બુટલેગરને ઝડપવા તેના રહેણાંક અને સંભવિત સ્થાનો પર અવારનાર પોલીસ વેશ પલ્ટો કરીને વોચ ગોઠવી હતી. પરંતું પોલીસને એક પણ વખત સફળતા મળી ન હતી.
આ દરમિયાન દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, દારૂના 144 કેસમાં વોન્ટેડ આરોપી પીદીયા મધ્ય પ્રદેશ અને દાહોદ જિલ્લાની બોર્ડર પરના સીમાડામાં આવેલા ખરોદા ગામે આલની તલાઈના જંગલમાં છે. પીદીયા પોલીસને અનેક વખત ચકમો આપી ચુક્યો હતો. જેથી પોલીસે આ વખતે એક અજીબ પ્લાન બનાવ્યો. લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે જાનૈયાનો વેશ ધારણ કર્યો, કાર અને બાઈક પર ખોટા લગ્નના પોસ્ટર પણ લગાવ્યા અને ડીજેના તાલે નાચતા નાચતા જઈને ખરોદા ગામે આલની તલાઈના જંગલમાંથી બુટલેગરને દબોચી લીધો. આ વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવા માટે LCBના પોલીસ ઈન્સપેક્ટર કે. ડી. ડીંડોર, પોલીસ સબ ઈન્સેપેક્ટર ડી. ડી. પઢિયાર, એમ. એલ. ડામોર તથા LCBનો સ્ટાફ છેલ્લા કેટલાય દિવસોથી સતત પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે અંતે વોન્ટેડ બુટલેગરને ઝડપી લેવામાં આવતા દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
TAG: Dahod News, Dahod LCB, Dahod Police Operation, Wanted Bootlegger
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796