નવજીવન ન્યૂઝ (તૌફીક ઘાંચી. ગાંધીનગર ): રાજકોટ ફી નિયમન સમિતિ દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા વધુ ફી વસૂલતી શાળાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જામનગરની પી.વી. મોદી હાઇસ્કૂલ પાસે વધુ ફી વસૂલવા બદલ અત્યાર સુધીમાં કુલ રૂ. 7,50,000નો દંડ ફટકારવામાં આવ્યો હોવાની કબુલાત સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કરવામાં આવી છે.
પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું હતું કે, આ શાળા પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી છે. વર્ષ 2023 માં શાળાને સૌપ્રથમ વાર રૂ. 2,50,000નો દંડ કરવામાં આવ્યો હતો, જે વસૂલ કરી લેવાયો છે. ફેબ્રુઆરી 2026માં ફરીથી નિયમોનું ઉલ્લંઘન જણાતા એફ આર સી દ્વારા રૂ. 5,00,000નો વધારાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફી વધારાનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હોવાથી તેઓ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.
ફી મામલે છેતરામણીથી બચવા માટે એફ.આર.સી દ્વારા વાલીઓને સુચના આપવામાં આવી છે કે, જેમાં વાલીઓએ www.frcgujarat.org પર જઈને શાળાની નિર્ધારિત ફી તપાસવી. ઉપરાંત જો પોર્ટલ પર દર્શાવેલ ફી કરતા વધુ રકમ માંગવામાં આવે, તો ભય રાખ્યા વિના ફરિયાદ કરવી. આ અંગે વાલીઓ ડીઈઓ,ડીપીઈઓ, ટીપીઈઓ સીએમઓ અથવા સીધા એફ આર સીમાં લેખિત જાણ કરી શકે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








