Thursday, March 26, 2026
HomeGujaratજામનગરમાં રાજકીય રંજીશ ઉગ્ર, કારનો પીછો કરી પૂર્વ વિપક્ષી નેતાના ભત્રીજા પર...

જામનગરમાં રાજકીય રંજીશ ઉગ્ર, કારનો પીછો કરી પૂર્વ વિપક્ષી નેતાના ભત્રીજા પર હુમલો અને ફાયરિંગ

- Advertisement -
નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગરમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચે ચાલતો ખટરાગ હવે હિંસક બની રહ્યો છે. જૂની રંજિશને કારણે ફરી એકવાર ફિલ્મી ઢબે હુમલો અને ફાયરિંગની ઘટના સામે આવી છે. આ મામલે પૂર્વ વિપક્ષી નેતા સહિત કુલ 9 આરોપીઓ સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
કારનો પીછો કરી ટક્કર મારી હુમલો

ફરિયાદ મુજબ, અસલમભાઈ કરીમભાઈ ખિલજીએ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે. ઘટનાના દિવસે રાત્રે આશરે 11 વાગ્યે અસલમભાઈના ભત્રીજા શાહનવાઝ પોતાના મિત્રો સાથે મહિન્દ્રા થાર કારમાં જઈ રહ્યા હતા.

તે દરમિયાન આરોપીઓએ પોતાની કારથી પીછો કરી શાહનવાઝની કારને ટક્કર મારી રોડ પરથી નીચે ઉતારી દીધી હતી.

- Advertisement -
હથિયારો સાથે હુમલો, ફાયરિંગ પણ કર્યું

કાર અટકાવ્યા બાદ આરોપીઓએ —

  • રિવોલ્વર અને પિસ્તોલ
  • તલવાર
  • લોખંડના પાઇપ

જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો.

શાહનવાઝને કારમાંથી નીચે ઉતારી હાથ, પગ અને શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.

- Advertisement -

હુમલા દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. બચવા માટે શાહનવાઝ ભાગતા આરોપીઓએ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ત્રણ લોકો ઘાયલ, પોલીસ તપાસ શરૂ

આ હુમલામાં શાહનવાઝ ઉપરાંત રઉફ અને અસલમને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલો જૂની રાજકીય રંજીશ સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular