Sunday, October 26, 2025
HomeGeneralઇન્વેસ્ટિગેશન 14: 2005ના વર્ષમાં સુરતમાં કુલ ત્રણ ગુનેગારોને ફાંસી થઈ હતી, જેમાં...

ઇન્વેસ્ટિગેશન 14: 2005ના વર્ષમાં સુરતમાં કુલ ત્રણ ગુનેગારોને ફાંસી થઈ હતી, જેમાં બીજા કિસ્સામાં એકનું એન્કાઉન્ટર થયું હતું

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): સુરતના ઇતિહાસમાં સૌ પ્રથમ ફાંસીની સજા 2005ના વર્ષમાં ફરમાવવામાં આવી. જેમાં ભાભી, માત્ર પાંચ મહિનાના માસૂમ ભત્રીજા અને અન્ય પડોશી મહિલાને જીવતા જલાવી દેનારાને ફાંસી થઈ હોવાની વિગતો અહીં પ્રગટ થઈ ચૂકી છે. હવે બીજી ફાંસીની સજા ફરમાવવામાં આવી તેની વિગત અત્રે પ્રસ્તુત છે. જેમાં એક ગુનેગારને ફાંસીની સજા ફરમાવાઈ હતી તો એક ગુનેગાર પોલીસ સાથેની મૂઠભેઠમાં માર્યો ગયો હતો.



- Advertisement -

19-01-2004ની આ વાત છે. આ દિવસે ઘોડ દોડ રોડ પરની આમ્રકૂંજ સોસાયટીમાં એક પ્રોફેશનલ ગેંગના કેટલાક સાગરીતો ગેસ રિપેર કરવાના બહાને એક બંગલામાં ઘૂસે છે. જ્યાં માતા-પુત્રી હાજર હતા. વાસ્તવમાં આ ગુનેગારો ત્યાં લૂંટ કરવાના ઇરાદે ઘૂસ્યા હતા. હજુ તો લૂંટ કરે તે પૂર્વે જ આ બંગલાના માલિક દિલીપભાઈ દેસાઈ અને તેનો પુત્ર ગુંજન બહાર ગયા હતા તે ઘરે આવી પહોંચ્યા. ગુનેગારોએ ક્ષણના પણ વિલંબ વગર બન્ને પર ચપ્પુ વડે હુમલો કર્યો. જે બન્નેનાં મોત થયા હતાં. તે વખતે ત્યાં આવી ચડેલા અન્ય એક પુત્રને પણ ગંભીર ઇજા થઈ હતી.

આ અંગે દેસાઇ પરિવારની પુત્રીની ફરિયાદ લઈ ઉમરા પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. પટેલના માર્ગદર્શન તળે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝેડ.એ. શેખ, પીઆઈ રાઇટર કિરીટભાઈ ગોળવેલકરે તપાસનો આરંભ કર્યો. આ ઘટનામાં એક ગુનેગાર ઘટનાસ્થળેથી જ પકડાઈ ગયો હતો. જેથી પુરાવાની દૃષ્ટિએ કેસ મજબૂત બન્યો. ત્યાર પછી પોલીસની ટીમે એક પછી એક એમ તમામ ગુનેગારોને પકડી પાડ્યા. જ્યારે આ ગેંગનો સૂત્રધાર વિક્રમ ઉર્ફે વિક્કી ભરત પટેલ પોલીસની ધરપકડ ખાળવામાં સફળ રહ્યો હતો. જે 13 વર્ષ બાદ પૂણાથી હમણા જ એટલે કે 2022ના વર્ષમાં પકડાયો.

- Advertisement -


આ ઘટના ઘોડ દોડ રોડ પોલીસ ચોકીની હદમાં બની હતી. તે વખતે ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઝેડ.એ. શેખ (હાલ મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા, સુરત) ફરજ બજાવતા હતા. જેથી ગુનેગારોને પકડવામાં અને પુરાવા એકત્ર કરવામાં તેમણે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એક પછી એક પુરાવા એકત્ર કરવા માંડ્યા. ચાર્જશીટ થયું. કેસ ચાલ્યો. 2005ના વર્ષમાં જજે ચૂકાદો જાહેર કર્યો. જેમાં પ્રહ્લાદ જ્ઞાનેશ્વર ભોયરેને ફાંસી તેમજ મહેશ બાબુરાવ ભોંસલને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ ગેંગનો એક સાગરીત મહેશ ગઢવાલ પોલીસ સાથેના ઍન્કાઉંટરમાં માર્યો ગયો હતો.

જે તે સમયે ન તો આટલી આધુનિક ટેક્નોલોજી હતી કે ન તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવતી હતી. માત્ર પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પીઆઈ રાઇટર જ તપાસ કરતા હતા. જેમાં નાનામાં નાના પુરવા એકત્ર કરવાની ટેવ ધરાવનારા પીઆઈ રાઈટર કિરીટભાઈ ગોળવેલકર (હાલ નિવૃત્ત એએસઆઈ)એ બન્ને કેસમાં ઝીણવટભરી તપાસ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં તેમને બન્ને પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. રામાણી તેમજ એન.એન. પટેલનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ રીતે 2005ના વર્ષમાં ફાંસીની સજા જાહેર થઈ હોય તેવી આ બીજી ઘટનામાં પણ કિરીટભાઈ, પીએસઆઈ શેખ અને તેમની ટીમે અભિનંદનીય કામગીરી કરી હતી.

- Advertisement -






Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular