નવજીવન ન્યૂઝ. સુરત: રાજ્યમાં બાળકીઓ પર દુષ્કર્મની ઘટનામાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પરપ્રાંતિય શ્રમિકોની બાળકીઓ આ નર્કનો શિકાર બનતી હોય છે. સગીરા પર દુષ્કર્મની ઘટનાઓને લઇ અવાર-નવાર કોર્ટ દ્વારા સમાજમાં દાખલા બેસે તેવા ચુકાદાઓ અપાયા હોવા છતાં નરાધમોના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે વધુ એક દુષ્કર્મના પ્રયાસની ઘટના સુરત (Surat) માંથી સામે આવી છે.
સુરતમાં એક બાળકી હવસનો શિકાર બનતા બચી છે. એક 55 વર્ષિય આધેડ શારીરિક અડપલા કરવાને ઇરાદે બાળકીને ભોળવી ફોસલાવી ખંડેર મકાનમાં લઇ ગયો હતો. ત્યારે ગામના સ્થાનિકોએ આધેડનો પીછો કર્યો હતો. આધેડ બાળકીને તેની હવસનો શિકાર બનાવે તે પહેલાં જ સ્થાનિકોએ સતર્કતા દાખવીને બાળકીને ઉગારી લીધી હતી અને આધેડને પોલીસ હવાલે કર્યો હતો.
આ પણ વાંચો: સુરતના હિરાઘસુઓને ઉનાળું વેકેશન વહેલું આવે તેવી સ્થિતી, હજારો કરોડના પાર્સલ અટવાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અઠવા લાઇન્સ વિસ્તાર રૂદરપુરા નજીક એક 55 વર્ષિય આધેડે હવસ સંતોષવા રાત્રિના સમયે તેના ઘર પાસે રહેતી 7 વર્ષિય સગીરા પર નજર બગાડી હતી. બાળકીને ચીજવસ્તુની લાલચ આપી ઘર નજીક બોલાવી હતી. ત્યારબાદ તે ઘર નજીક આવેલા એક ખંડેર મકાનમાં લઇ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થઇ ખંડેર મકાનમાં દોડી આવ્યા હતા અને આધેડ શારીરિક અડપલાં તે પહેલા જ બાળકીને ઉગારી લીધી હતી.
સ્થાનિકો આધેડને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જયાં પોલીસે આધેડ વિરુદ્ઘ ગુનો નોંધી ધનિષ્ઠ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આધેડ બાળકીને ખંડેર મકાન લઇ જતો હતો તે ઘટના તે વિસ્તારમાં લાગેલાં CCTV કેમેરામાં કેદ થઇ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








