Thursday, March 26, 2026
HomeGujaratએક જ IMEI પર 101 મોબાઇલ! અરવલ્લી SOGનો મોટો પર્દાફાશ

એક જ IMEI પર 101 મોબાઇલ! અરવલ્લી SOGનો મોટો પર્દાફાશ

- Advertisement -
નવજીવન ન્યૂઝ, અરવલ્લી : અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા મળી છે. એક જ IMEI નંબર પર ચાલતા શંકાસ્પદ મોબાઇલ ફોનના કેસમાં પોલીસે ખાસ ઓપરેશન ચલાવી કુલ 101 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. કબ્જે કરાયેલા મોબાઇલની કુલ કિંમત અંદાજે ₹7 લાખથી વધુ ગણાઈ રહી છે.

ટેક્નિકલ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અરવલ્લી SOG ટીમે ટેક્નિકલ એનાલિસિસ દરમિયાન જોયું કે એક જ IMEI નંબર પર અલગ અલગ કંપનીના મોબાઇલ એક્ટિવ હતા. આ ગંભીર ગેરરીતિ સામે આવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.

બિલ વગરના મોબાઇલ, શંકા ગાઢ બની

પોલીસે શંકાસ્પદ મોબાઇલ ધારકોને ઓફિસે બોલાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન અનેક લોકો મોબાઇલના બિલ રજૂ કરી શક્યા નહોતા. તમામ મોબાઇલમાં એક જ IMEI નંબર જોવા મળ્યો હતો. જેને કારણે ગેરકાયદેસર ખરીદી-વેચાણ અને IMEI ફેરફારના રેકેટની પુષ્ટિ થઈ રહી છે.

- Advertisement -

મોડાસાની દુકાનો કનેક્શન હેઠળ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મોબાઇલ મોડાસાની વિવિધ દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા. હાલ પોલીસ સંબંધિત વેપારીઓ અને સંકળાયેલા શખસો સામે કાર્યવાહી કરી રહી છે.

વધુ મોટા રેકેટની આશંકા

પોલીસ માને છે કે આ માત્ર શરૂઆત છે અને આ રેકેટમાં વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular