નવજીવન ન્યૂઝ. પંચમહાલ: ગુજરાતમાં લગ્નેત્તર પ્રેમ સંબંધોના કારણે હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે પંચમહાલ (Panchmahal) જિલ્લામાંથી આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં (Halol) એક મહિલાને પોતાના પતિના મિત્ર સાથે જ લગ્નેત્તર સંબંધો (extramarital affair) હતા, આ સંબંધોમાં પોતાનો પતિ નડતરરૂપ હોવાથી મહિલાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાઇ દીધી અને તેના મૃતદેહના ટુકડા કરીને સવાલીના ખાંખારિયા રેલવે ટ્રેક પર ફેંકી દીધા હતા અને ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં રેલવે વિભાગ દ્વારા સાવલી પોલીસને (Savli Police) જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કેસની તપાસ કરતાં સામે આવ્યું હતું કે મૃતકની પત્નીએ જ હત્યા કરવી છે. હાલ પોલીસે મૃતકની પત્ની બેલા, તેનો પ્રેમી ધર્મેશ અને અન્ય 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલના હાલોલમાં રહેતા જતીન દરજીના બે વર્ષ અગાઉ બેલા પટેલ નામની મહિલા સાથે લગ્ન થયા હતા. જતીન દરજીનો મિત્ર ધર્મેશ પટેલ અવાર-નવાર જતીન ઘરે આવતો હોવાથી બેલા સાથે આંખ મળી હતી બાદમાં બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. બેલા ધર્મેશ પટેલના પ્રેમમાં એટલી આંધળી બની ગઈ હતી કે તેણે ધર્મેશ પટેલ સાથે રહેવા અને પોતાના પતિને દૂર કરવા તરકટ રચ્યું હતુ. તેના પ્રેમીને પતિને મારી નાંખવા કહ્યું હતું. જે બાદ બે દિવસ અગાઉ ધર્મેશ પટેલે મિત્ર જતીન દરજીને કામ માટે બહાર જવું છે, તેમ કહી બોલાવી તેને કારમાં બેસાડી ચિક્કાર દારૂ પીડાવ્યો હતો. ત્યારબાદ ધર્મેશ પટેલ તેના સાગરિતો સાથે મળી જતીન દરજીનું ગળું દબાવી હત્યા કરી હતી. જતીન દરજીના મૃતદેહને ટુકડા કરી હત્યાને આત્માહત્યામાં ખપાવવા સાવલી પાસે આવેલા ખાંખરિયા રેલ્વે ટ્રેક પાસે નાંખી ફરાર થયા હતા. મૃતદેહના ટુકડા મળતા રેલવે વિભાગે સાવલી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહની કોનો છે? હત્યા છે કે આત્માહત્યા? તે દિશામાં તપાસ હાથધરી હતી.
આ મામલે સાવલી પોલીસ હ્યમુન ઇન્ટેલિજન્સ અને કોલ ડિટેઇલ્સના આધારે તપાસ કરતા આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે શંકા અધારે ધર્મેશ પટેલ નામના આરોપીની પૂછપરછ કરતા પહેલા તો કંઈ જ બન્યુ ન હોય તેવી રીતે વર્તન કરતો હતો. ત્યારબાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ધર્મેશ પટેલ ભાંગી પડ્યો હતો. પોલીસ આગળ કબૂલાત કરતા જણાવ્યું હતું કે, મૃતકની હત્યા પ્રેમ સબંધમાં તેની પત્નીના કહેવાથી કરવામાં આવી છે. આ ગુનામાં પાંચ લોકો સંડાવાયેલા છે જેમાં પોલીસે આરોપી ધર્મેશ પટેલ અને બેલા પટેલ તેમજ હત્યા કરવામાં સાથ આપનાર નાગજી ભરવાડ, વિજય નાયક, સંદીપ બલીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવાવ માટે કોર્ટમાં રજૂ કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








