નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં હનીટ્રેપના કિસ્સામાં ઘણી વાર સામે આવતા હોય છે. અત્યાર સુધી જે હનીટ્રેપના કિસ્સા સામે આવ્યા છે તેમાં મોટા ભાગે મહિલાઓને આગળ કરીને પૈસા પદ્વતા હોવાનું સામે આવ્યું છે, પરંતુ રાજકોટમાં આનાથી વિપરીત એક કિસ્સો બન્યો છે. જેમાં એક ‘ગે’ એપ્લીકેશનની મદદથી આરોપીઓએ એક યુવકને બોલાવીને ગોંધી રાખ્યો અને પૈસા પડાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કુવાડવા રોડ પર રહેતા અને મૂળ સાયલના 21 વર્ષીય યુવકે સમલૈંગીક સબંધને લગતી એક એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એક આરોપીએ આ એપ્લિકેશન દ્વારા મેસેજ કરી યુવકને આરોપીઓએ રૂબરૂ મળવા બોલાવ્યો હતો. બાદમાં યુવકને એક આવાસ યોજનાના ક્વાટર્રમાં લઈ ગયા અને ત્યાં અન્ય ત્રણ શખ્સો સાથે મળી આરોપીઓએ અર્ધનગ્ન કરીને ફરિયાદીનો વીડિયો બનાવ્યો હતો. આ વિડીયોને વાયરલ કરી દેવાની ધમકી આપીને આરોપીઓએ રૂપિયા 50 હજારની માગણી કરી હતી.
પોલીસને ફરિયાદી યુવકે જણાવ્યું હતું કે, ત્રણેક દિવસ પહેલા પોતાના મોબાઈલમાં એક ‘ગે’ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનમાં સમલૈંગિક સબંધો ધરાવતા લોકોનો સમુહ હોય છે. આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેને એક મેસેજ મળ્યો હતો. જે ‘Hi’ લખેલા મેસેજના જવાબમાં તેણે પ્રત્યુત્તર આપ્યો હતો. આ સામે વાળી વ્યક્તિ સાથે ઉંમર અને મુલાકાતની વાતો શરૂ થઈ હતી. બાદમાં મુલાકાત નક્કી થતા બપોરે કાલાવાડ રોડ પર KKV ચોકમાં અજાણ્યો વ્યક્તિ મળવા પહોંચ્યો હતો. જ્યાંથી તેણે આપણે રૂમ પર જઈએ તેમ કહેતા પીડિત યુવક તેની સાથે જવા નિકળ્યો હતો.
KKV ચોક પાસેથી યુવકને આરોપી નાણાવટી ચોક પાસે આવેલી આવાસ યોજનાના ક્વાર્ટરમાં વિંગ-13માં પ્રથમ માળે લઈ ગયો હતો, જ્યાં રૂમનું તાળું ખોલી અંદર જતા જ અન્ય ત્રણ આરોપી રૂમમાં આવી ગયા અને અંદરથી રૂમ બંધ કરી દીધો હતો. આરોપીઓએ મળી યુવકને ચાકુ બતાવી ધમકી આપી અને કહ્યું કે, પાકીટ મોબાઈ અને જે કંઈ હોય તે આપી દે નહીં તો તને અહીંજ પતાવી નાખીશું. ગભરાયેલા યુવાને તુરંત જ રૂપિયા 400 સાથેનું પોતનું પાકિટ અને મોબાઈલ ફોન આપી દીધો હતો. આરોપીઓએ યુવકના બાઈકની ચાવી પણ લઈ લીધી અને બાદમાં બળજબરી પૂર્વક તેઓ કહે તેમ કરવા જણાવ્યું હતું.
યુવકને અર્ધનગ્ન કરી નાખી આરોપીઓએ યુવકને બોલવા મજબૂર કર્યો કે, ‘હું આ સાઈટ મારફતે નાની ઉંમરના છોકરાઓ સાથે સંપર્ક કરી તેમને મળવા બોલવું છું. અને તેની સાથે સબંધ રાખું છે. હવે પછી હું આવું નહીં કરૂ મને માફ કરી દો.’ આ વીડિયો આરોપીઓએ મોબાઈલમાં રેકોર્ડ કર્યો. જેને વાયરલ નહીં કરવા માટે યુવક પાસેથી આરોપીએ રૂપિયા 50 હજારની માગણી કરી હતી. આથી યુવકે કાકાને કોલ કરી રૂપિયા 50 હજાર આપી જવાનું કહેતા સાંજે વ્યવસ્થા કરી આપશે તેમ જણાવ્યું હતું.
બાદમાં આરોપીઓએ યુવકને બાઈકની ચાવી અને મોબાઈલ પરત આપી રવાના કર્યો હતો અને કહ્યું હતું કે રૂપિયા 50 હજાર લેવા માટે સાંજે ફોન કરીશું. સમગ્ર ઘટના કોટેચા ચોકમાં પોતાના બે કાકાને બોલાવી જણાવી હતી. બંને કાકા તેને જે ક્વાર્ટરમાં લઈ જવાયો હતો ત્યાં પહોંચ્યા હતા. આ સમયે ક્વાર્ટર તાળાથી બંધ કરેલી હાલતમાં હતું. બાદમાં યુવકને રાતના આઠ વાગ્યા આસપાસ ફોન કરી રૂપિયા 15-20 હજારની માગણ કરી હતી. યુવકે ઘરે પુછીને રૂપિયા આપવાનું કહેતા ફોન કાપી થોડીવાર બાદ ફરી ફોન કરી રૂપિયા 20 ઓનલાઈન ટ્રાન્સફર કરવા કહેવાયું હતું. અંતે કંટાળી યુવક પોતાના કાકાની સલાહથી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા પહોંચ્યો હતો જ્યાંથી તેને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા કાર્યવાહી શરૂ થઈ હતી.
પોલીસે યુવકની ફરિયાદના આધારે તપાસ કરી, કૃત્ય આચરનાર ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા. પોસીસે આ મામલે આફ્રિદ ફિરોઝ કાદરી, અમન સલીમભાઈ કાદરી, સોહિલ હાજીભાઈ કાદરી અને ભાર્ગવ રાજેશ ડાભીની ધરપકડ કરી છે. આરોપીને KKV હોલ ચોકમાં મળવા માટે આવ્યો હતો તે ભાર્ગવ ડાભી હોવાનું ખુલ્યું છે જ્યારે બાકીના ત્રણેય ક્વાર્ટર પર પાછળથી આવી વીડિયો બનાવનાર આરોપી છે.
આ મામલે પત્રકારોને ASP પી. કે. દિયોરાએ જણાવ્યું હતું કે, હાલ આરોપીના મોબાઈલ વોટ્સએપ અને તેના ગ્રુપ ચેકિંગ કરીએ છીએ. બાદમાં તેના પરથી ખ્યાલ આવશે કે કેટલા સભ્યો જોડાયેલા છે. સાથે જ તેમાં રહેલા લોકોને નામ નહીં આપવાની શરતે માહિતી મેળવવા પ્રયાસ કરીશું. જેથી આવી કોઈ ગેંગ સક્રિય હોય કે જે નિર્દોષ બાળકોને આવી જાળમાં ફસાવતા હોય તો અટકાવી શકાય. સાથે જ સાયબર સેલના ઉપયોગ વડે અન્ય કોઈ ભોગ બન્યા છે કે કેમ તેની તપાસ કરી કાર્યવાહી કરીશું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











