Thursday, October 16, 2025
HomeGeneralગુજરાત એક નાના પોલીસ અધિકારીએ બ્લાસ્ટના 70 દિવસ પહેલા ચેતવણી આપી હતી

ગુજરાત એક નાના પોલીસ અધિકારીએ બ્લાસ્ટના 70 દિવસ પહેલા ચેતવણી આપી હતી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત સહિત દેશના વિવિધ રાજયોના મોટો શહેરમાં બ્લાસ્ટની યોજના આતંકીઓ બનાવી રહ્યા છે. તેવો તેવો ઈનપુટ ગુજરાત ઈન્ટેલીઝન બ્યુરોમાં ફરજ બજાવના ઈન્ટેલીઝન્સ ઓફિસરે પોતાના ઉપરી અધિકારીને બ્લાસ્ટના 70 દિવસ પહેલા આપ્યો હતો. પરંતુ કોઈ પણ સિનિયર અધિકારીઓ આ રોપોર્ટને મહત્વ આપ્યુ નહીં અને 26 જુલાઈ 2008માં સિરિયલ બ્લાસ્ટ થતાં ઈન્ટેલીઝન્સ ઓફિસરનો ઈનપુટ સાચો પડતા સરકારી ઈનામ પેટે 250 રૂપિયા આપવામાં આવ્યા હતા.



- Advertisement -

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ બળવંતસિંહ કુપાવત વનસ્ટેપ પ્રમોશન સાથે સ્ટેટ ઈનેલીઝન્સ બ્યુરોમાં સામેલ થઈ ઈન્ટેલીઝન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમને તેમના સોર્સ દ્વારા જાણકારી મળી હતી કે પ્રતિબંધીત સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામીન મુવમેન્ટના સભ્યો ઈન્ડીય મુઝાહીદન નામના નવા સંગઠનના નેઝા હેઠળ ગુજરાત સહિત ભારતમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. કુંપાવતને આ માહિતીને સાથે સાબરમતી જેલમાં રહેલા કેટલાંક ખુખાર ગુનેગારો આ આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તેની જાણકારી પણ મળી હતી. તેમણે પોતાના સંપર્ક દ્વારા આતંકી સાથે અમદાવાદમાંથી સંપર્ક રહેલા લોકોના ફોન નંબર પણ મેળવ્યા હતા.

અમદાવાદમાં બ્લાસ્ટની યોજના છે તેવો ઈનપુટ તેમના દ્વારા સિનિયરના ટેબલ ઉપર મુકવામાં આવ્યા હતા. પરંતુ બળવંતસિંહ કુંપાવત પોલીસ દળમાં નાના અધિકારી હોવાને કારણે કુંપાવત જેવા નાના કર્મચારી આટલો મહત્વનો ઈનપુટ આપી શકે નહીં તેવુ માની તેમના સિનિયરો દ્વારા તેમના ઈનપુટને નજર અંદાજ કરવામાં આવ્યો હતો અને ઈનપુટ અંગે તેમણે ગુજરાત પોલીસને એલર્ટ પણ કરી ન્હોતી. આ ઈનપુટ આપ્યાના 70 દિવસ બાદ અમદાવાદમા સિનિયર બ્લાસ્ટ થતાં બળવંતસિંહ કુંપાવતને આધાત લાગ્યો હતો કારણ તેમની માહિતીને કોઈએ ગંભીરતાથી લીધી ન્હોતી. આથી બ્લાસ્ટ પછી તેમણે પોતાના સિનિયર અધિકારીઓનું ધ્યાન દોર્યુ અને પોતાનો ઈનપુટ યાદ કરાવ્યો હતો. આથી તેમની કામની કદર રૂપે તેમને સરકારી ઈનામ પેટે 250 રૂપિયા આપવામાં આવ્યા હતા. જો આ ઈનપુટને ગંભીરતાથી લેવામાં આવ્યો હોત તો સંભવ છે કે ગુજરાત પોલીસ બ્લાસ્ટને અટકાવી શકી હોત. થોડા વર્ષો પહેલા બળવંતસિંહ કુંપાવત નિવૃત્ત થઈ ગયા અને હાલમાં સાબરકાંઠામાં પોતાના વતનમાં રહે છે.



- Advertisement -

બીજી તરફ બ્લાસ્ટની ઘટના પછી ગુજરાત સરકારે આ અંગે માહિતી આપનારને રૂપિયા 50 લાખનું ઈનામ આપવાની જાહેરાંત કરી હતી. જેના કારણે તપાસ કરનાર એજન્સી ક્રાઈમ બ્રાન્ચ સહિત વિવિધ એજન્સીઓ હરકતમાં આવી હતી. પરંતુ કેસ ઉકેલાઈ ગયા બાદ રૂપિયા 50 લાખના ઈનામ માટે અમદાવાદ ક્રાઈમ સહિત વડોદરા-સુરત અને ભરૂચ પોલીસને દાવો કર્યો હતો. તમામ એજન્સીનો દાવો હતો કે સૌથી પહેલો આરોપી તેમણે પકડયો છે આમ 50 લાખના ઈનામ માટે દાવેદાર વધી જતાં સરકારે ઈનામની ફાઈલને બ્રેક મારી હતી. આજે 14 વર્ષ પછી પણ ગૃહ વિભાગ નક્કી કરી શકતુ નથી કે ખરેખર ઈનામનો હકદાર કોણ છે.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular