Sunday, October 26, 2025
HomeGeneral'ગુજરાતી છું, ગુજરાતી રહીશ' : હર્ષ સંઘવીના પુત્રએ ગાયું આ ગીત, જુઓ...

‘ગુજરાતી છું, ગુજરાતી રહીશ’ : હર્ષ સંઘવીના પુત્રએ ગાયું આ ગીત, જુઓ VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: હવેના સમયમાં સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા લોકો સોશિયલ મીડિયામાં પોતાના અવનવા વિડીયો બનાવીને પોસ્ટ કરતાં હોય છે, તેવામાં ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના 10 વર્ષના પુત્રનો એક વિડીયો સોશિયલ મીડિયમાં પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પુત્ર આરુષ એક રેપ સોંગ ગાઈ રહ્યો છે, જેની આસપાસ રહેલા લોકો મજા લઈ રહ્યા છે.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વિડિયોમાં આરુષ રેપ સોંગ ગાઈ રહ્યો છે કે, લંડન જઈશ, “અમેરિકા જઈશ, દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ, બધા હેલો હેલો કરશે, હું કેમ છો કહીશ, ગુજરાતી છું, ગુજરાતી રહીશ.” આ વિડીયો પોસ્ટર કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું હતું કે મને મારા પુત્ર પર ગર્વ છે. જે ગીત તે ગાઈ રહ્યો છે તે દરેક રીતે સાચું છે.

- Advertisement -



આરુષ આ પહેલી વાર ચર્ચામાં નથી આવ્યો, આની પહેલા પણ પોતાના જન્મદિવસે તેને પોતાની પોકેટમની માંથી બચાવેલા પૈસાથી તેને પોતાની બિલ્ડિંગના ડ્રાઈવર્સના બાળકો માટે કીટ ખરીદીને લાવ્યો હતો અને તેમણે આપી હતી. આમ 10 વર્ષનો આ બાળક પણ પોતાના પિતાના જ રસ્તે ચાલી રહ્યો છે. તેના પિતા સૌથી નાની ઉંમરે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી બન્યા છે અને આ બાળક આટલી નાની ઉંમરે ગરીબોની સેવા કરવાનું વિચારવા લાગ્યો છે.

- Advertisement -




- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular