(તોફિક ઘાંચી,ગાંઘીનગર): રાજ્યમાં ઘણા સમયથી MD સહીતના ડ્રગ્સના વેચાણ અને પોલીસની પકડવાની ઘટનાઓ વઘી રહી છે. જેને ડામવો ગુજરાત પોલીસ પાસે એક મોટો પડકાર બની રહ્યો છે. આ પડકારને પહોંચી વળવા અને કાર્યવાહી વઘુ તેજ બનાવવા ગુહવિભાગે એક મોટો નિર્ણય લીઘો છે જેમાં NDPS કેસોની કાર્યવાહી માટે ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ બનાવાની જાહેરાત કરી છે જે માટે પોલીસ અઘિકારી અને કર્મચારીઓનું મહેકમ મંજુર કરી દેવામાં આવ્યું છે.
મળતી માહીતી અનુસાર, ગુજરાતમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે ANTF યુનિટ્સ ઊભા કરવાની જાહેરાત ગુહવિભાગે કરી છે.જેમાં યુનિટ્સમાં 1 એસપી, 6 ડીવાયએસપી અને 13 પીઆઇ સહિત કુલ 177 નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં 34 અધિકારી અને કર્મચારીઓ હતા. જે હવે ANTF ઓપરેશનલ થતાં 211 અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં નવા 6 ANTF યુનિટ્સ કાર્યરત કરવામાં આવશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે કાર્યવાહી કરશે.
આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ યુનિટ્સ દ્વારા રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે ‘cutting edge level’ની કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે, જેના કારણે આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરવા માટે એ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. જે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક ઐતિહાસિક પગલું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796