નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પોલીસની બાબતોને લઈ હવે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્ઘારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. થોડા સમય અગાઉ સુપ્રિમ કોર્ટ (Supreme Court) પોલીસને લાગતી બાબતો અંગે તમામ રાજ્યની હાઈકોર્ટને નિર્દેશ કર્યા હતા. તેના જ ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને (Gujarat Police) જરૂરી બાબતે ટકોર કરી છે. હાઈકોર્ટે અધિકારીઓને પોતાની કામગીરીમાં આત્મ નિરીક્ષણ કરવા ટકોર કરી છે. તેમજ પાસા હેઠળ (PASA Act) થતી કાર્યવાહીમાં પોલીસને ખાસ ધ્યાન આપવાની જરૂર હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે. રાજ્યમાં પાસાના કેસમાં ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે.
ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથધરતા પોલીસની કામગીરી સામે ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, પાસા હેઠળ થતી કાર્યવાહીમાં પોલીસને ખાસ ધ્યાન આપવાની જરૂર છે. માનવીની સ્વતંત્રા સર્વોચ્ચ છે. તેને ઓછી કે પ્રતિબંધિત કરી શકાય નહીં. અધિકારીઓ કાયદો-વ્યવસ્થા અને સાર્વજનિક વ્યવસ્થાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ કોઈ પણ કેસ કરે તો તેમાં પુરાવા હોવા જરૂરી છે.
સુરતના એક કેસમાં અરજદાર દ્ઘારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, તેની પાસે રહેલી દેશી બનાવટની પિસ્તોલ સાથે પોલીસ ઝડપી પાડ્યો હતો. વ્યક્તિ પાસે માત્ર પિસ્તોલ જ હતી તેમાં કોઈ પણ પ્રકારની ગોળી કે કારતૂસ ન હતી. જે સંલગ્ન ગુનામાં મેજસ્ટ્રેટ દ્ઘારા આરોપીને છોડી મૂકવામાં આવ્યો હતો. છતાં પોલીસે વ્યકિત સામે ફરિયાદ કરી હતી, જે ફરિયાદને રદ કરવા વ્યક્તિ હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેટલાક અવલોકન પણ કર્યા છે અને પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








