નવજીવન ન્યૂઝ અમદાવાદ: ગુજરાત પોલીસમાં પીએસઆઇની ભરતીની પ્રક્રિયા મુદ્દે હવે રહેલા વિવાદમાં હાઇકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઈ છે આ મુદ્દે હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે હાઇકોર્ટ આ ઉપરાંત અરજદારોને પણ સલાહ આપી છે કે પરીક્ષા મામલે હાઇકોર્ટ સમક્ષ ફરિયાદ અને મગ લઈને આવ્યા છો એટલે ન્યાય મળશે, પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી દેવી જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા છેલ્લી ચાર મુદતથી પોતાનો જવાબ પણ રજૂ કરવામાં આવ્યો નથી. ગુજરાત પોલીસની પીએસઆઇની ભરતી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. અરજદારોની રજૂઆત કરી છે કે કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી પરીક્ષા સ્થગિત કરવામાં આવે.
પીએસઆઇની ભરતી મામલે પ્રિલિમ પરીક્ષા પૂરી થયા પછી તેના પરિણામોમાં મેરીટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવાનો નિયમ છે જે નિયમને આ પ્રક્રિયા દરમ્યાન નેવે મુકી દેવામાં આવ્યો અને તેનું પાલન કરવામાં આવ્યું નથી તેવી ફરિયાદ હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ઉપરાંત એક્સ આર્મીમેનને પણ ભરતી પ્રક્રિયા દરમિયાન અન્યાય કરાયો હોવાની વાત અરજીમાં કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |











