નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દરેક વસ્તુમાં મોંધવારી જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ વધારા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસની અંદર સીંગતેલના ભાવમાં 75 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે કપાસિયા તેલ અને પામોલિન તેલના ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલના ભાવની સીધી અસર ગરીબોથી લઈને આમિર દરેક વર્ગને થાય છે કારણે કે જીવવા માટે તો દરેકને ખોરાકની જરૂર પડે જ છે.
સામાન્ય રીતે સીંગતેલના ભાવમાં થતો વધારો મગફળીના ઉત્પાદન ઉપર આધાર રાખતો હોય છે, ગત વર્ષ દરમિયાન મગફળીનું બિયારણ મોંધુ હોવાને કારણે ખેડૂતોએ મગફળી મોંઘા ભાવે વેચી હતી. જેના કારણે એકંદરે સીંગતેલ પણ મોંઘું વેચવામાં આવી રહ્યું છે. જો આવતા વર્ષે ખેડૂતોને મગફળીનું બિયારણ સસ્તા ભાવે મળી રહે તો સિંગ તેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર વીરડીનું કહેવું છે કે છેલ્લા 10 દિવસમાં સિંગ તેલમાં 75 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે, સિંગ તેલનો ભાવ 2650થી વધીને 2725 થઈ ગયો છે. તેની સમકક્ષ કપાસિયા અને પામોલિન તેનો પણ ભાવ વધી રહ્યો છે તેનુ કારણ ઇમ્પોર્ટમાં થઈ રહેલો વધારો છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું હોવાને કારણે પીલાણ ઓછું છે, ઘણી મિલો બંધ પડી છે જેના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, જો આવતા વર્ષે સિંગ તેલનો ભાવ ઓછો કરવો હોય તો સરકાર દ્વારા ખેડૂતોને બિયારણ સસ્તા ભાવે આપવું જોઈએ, ગત વર્ષે બિયારણ મોંઘું હોવાને કારણે મગફળીનું વાવેતર ઘણું ઓછું થયું હતું જેના કારણે આ વર્ષે સિંગ તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











