નવજીવન ન્યૂઝ. દાહોદ: સામાન્ય રીતે જ્યારે એક સામાન્ય માણસને પોલીસ સ્ટેશન જવાનું થાય ત્યારે તે ખચકાટ અનુભવે છે. લોક માટે પોલીસ વિષે જે માસિકતા બંધાઈ ગઈ છે તે મુજબ લોકો પોલીસ પાસે જવા માટે ડરે છે, પરંતુ મોટા ભાગે પોલીસનો વ્યવહાર સામાન્ય માણસો સાથે ખરાબ નથી હોતો. આ જ વાત સમજાવવા માટે દાહોદ જિલ્લાના ASP (આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) વિજય કુમાર ગૂર્જરે એક ટ્વિટ કર્યું હતું અને લોકોને પોલીસ સ્ટેશન જઈને પોતાની વાતની રજૂઆત કરવા અપીલ કરી હતી.
ASP વિજય કુમાર ગુર્જરનું આ ટ્વિટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ટ્વિટનો ઉલ્લેખ કરીને પોતાના સોશિયલ મીડિયમાં લખ્યું હતું કે, “ગુજરાત પોલીસ વિભાગ 24 કલાક લોકોની સુરક્ષા અને સલામતી માટે કાર્યરત છે. હાલમાં દાહોદ જિલ્લાના ASP વિજયકુમાર ગુર્જરની એક ભાવુક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેમણે લોકોનો પોલીસ પ્રત્યેના ડરની વાત કરી છે. હું આપ સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે ગભરાશો નહીં, પોલીસ તંત્ર આપની સેવામાં સદૈવ સમર્પિત રહેશે અને કોઈપણ ચુક થતી દેખાય તો મુંઝાશો નહીં મક્કમ બની તેની સામે કાર્યવાહી કરવા આગળ આવો. પોલીસ સ્ટેશનના દ્વાર જનતા માટે હંમેશા ખુલ્લા છે અને પોલીસ કર્મીઓ તેમની સૂઝ બુઝ દર્શાવી સેવા માટે સદૈવ પ્રતિબદ્ધ છે.”
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે ટ્વિટનો ઉલ્લેખ કર્યો તેમાં ASP વિજય કુમાર ગુર્જરે લખ્યું હતું કે, “મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે. શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે? ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.”
મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે.
શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે?
ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.@SP_Dahod
— Assistant SP, Jhalod Division, Dahod (@asp_zalod) May 17, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.