Monday, October 13, 2025
HomeGujaratગુજરાત ATSની વધુ એક સફળતાઃ 20 કરોડના મુદ્દામાલ અને 4 કિલો હેરોઈન...

ગુજરાત ATSની વધુ એક સફળતાઃ 20 કરોડના મુદ્દામાલ અને 4 કિલો હેરોઈન સાથે અફ્ઘાની શખ્સને દિલ્હીથી ઉપાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું નેટવર્ક સ્ટ્રોંગ બન્યું છે જેની સામે ગુજરાત પોલીસ પણ એટલી જ સક્ષમ ટક્કર આપી રહી છે અને આ નેટવર્કને નાથવા સતત કામગીરી જોવા મળી રહી છે. હાલમાં જ ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે જેમાં દિલ્હીથી એટીએસએ એક અફ્ઘાનીસ્તાની શખ્સની ધરપકડ કરી છે જેની પાસેથી 20 કરોડની અંદાજીત વેલ્યૂ ધરાવતો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું.

ગુજરાત એટીએસએ હાલમાં જ હજારો કરોડના ડ્રગ્સ એક પછી એક પકડ્યા છે. દરમિયાનમાં જાણે અફ્ઘાની ડ્રગ્સની કાર્ગોમાં સીધી સપ્લાય આવતી હોય ભારત સહિતના ઘણા દેશો માટે આ ચિંતાનો વિષય બની ગયો છે. ડ્રગ્સની વૈશ્વિક સપ્લાય અધધધ અબજો, ખરબો રૂપિયાની છે. કાયદાકિય રીતે આ ડ્રગ્સના નેટવર્કને નાથવા એજન્સીઓ સતત કામ કરી રહી છે.

- Advertisement -

અત્યાર સુધી ગુજરાતના કંડલા પોર્ટ, વડોદરા, અંક્લેશ્વર, દ્વારકા, મોરબી, અરબી સમૂદ્ર, અમદાવાદ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, મુંદ્રા પોર્ટ સહિતના વિસ્તારોમાંથી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ પકડાઈ ચુક્યું છે. આજ પ્રમાણે અન્ય રાજ્યોમાં પણ ગુજરાત એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરી ઘણા શખ્સોને પણ પકડ્યા છે. ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળેલી બાતમીને પગલે દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પોલીસે 4 કિલો હેરોઈન અને 20 કરોડની કિંમતના મુદ્દામાલ સાથે એક અફ્ઘાની શખ્સ જેનું નામ વાદિઉલ્લા રહિમુલ્લા છે તેને ઝડપી પાડ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular