નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) માં સોમવારનો દિવસ કરોડોના આંકડાના કારણે ચર્ચામાં આવ્યો છે. કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછેલા બે પ્રશ્નોના જવાબમાં આવેલા 128 કરોડ રૂપિયાના આંકડાએ સૌને ચોંકાવી દીધા છે.
પ્લેન-હેલિકૉપ્ટર પાછળ બે વર્ષમાં 86.33 કરોડનો ખર્ચ
કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala Congress MLA) એ વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો કે, બે વર્ષમાં સરકારી પ્લેન-હેલિકૉપ્ટર અને પાયલોટ પાછળ કેટલો ખર્ચ કર્યો છે ? સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે કે, સરકારી માલિકીના પ્લેન અને હેલિકૉપ્ટરના મેઈન્ટેનન્સ માટે 56 કરોડ 66 લાખ 32 હજાર 421 રૂપિયા ખર્ચ કરાયો છે. જ્યારે પાયલોટ્સ અને અન્ય સ્ટાફ પાછળ 1 કરોડ 58 લાખ 97 હજાર 848 રૂપિયા ખર્ચ કરાયો છે. કુલ ખર્ચ 86 કરોડ 33 લાખ 55 હજાર 531 રૂપિયાનો ખર્ચ થયો છે.
MP અને રાજસ્થાનની બૉર્ડર પરથી બે વર્ષમાં 42.22 કરોડનો શરાબ જપ્ત
જમાલપુર-ખાડીયા વિધાનસભાના MLA ખેડાવાલાએ બે વર્ષમાં MP અને રાજસ્થાન સરહદ પરની ચેકપૉસ્ટ પરથી કેટલી કિંમતનો દારૂ પકડાયો છે. સરકારે જવાબમાં કહ્યું છે કે, બંને સરહદ પરથી 42 કરોડ 22 લાખ 45 હજાર 31 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયર પોલીસે પકડ્યો છે. પ્રોહિબિશનના કેસોમાં કુલ 1018 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 141 આરોપી હજુ પણ ફરાર છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








