નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ કોંગ્રેસનો આંતરિક વિખવાદ વધતો જતો નજરે પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં આજે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા હાર્દિકને ટોણો માર્યો હતો.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છેલ્લા કેટલાક દિવસથી પક્ષની નારાજ દેખાઈ રહ્યા છે. તો બીજી બાજુ હાર્દિક પટેલે ખુદ પક્ષથી નારાજ હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે આજે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે, હાર્દિક પટેલ અંગે જે પણ કઈ પૂછવું હોય એ હાર્દિકને પૂછો હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે. એમને હું ક્યાં સલાહ આપવા જઉં.’ જે પણ નિર્ણય લેવા પડશે તે નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવશે.
હાર્દિક પટેલે કોંગ્રેસથી નારાજગી અંગે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવા માટેનું કામ કર્યું છે. 2015, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા પાર્ટીને આપ્યા છે. પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. “જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની બેઠકમાં જઇને શું કરું. રાજકોટના કાગવડ ખાતે ગઈ કાલે ખોડલધામ ખાતે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, નરેશ પટેલ અને દિનેશ બાંભણીયા વચ્ચે બંધ બારણે મહત્વની બેઠક થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે કોંગ્રેસથી નારાજગી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘હું છું જ નારાજને કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ. કાર્યકારી અધ્યક્ષ હોઉં તો જવાબદારી તો નક્કી હોવી જોઈએ કે નહીં.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.