Sunday, October 26, 2025
HomeGeneralગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે નેતાઓને બોલાવી 200 કરોડથી વધુ રૂપિયા ભેગા...

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે નેતાઓને બોલાવી 200 કરોડથી વધુ રૂપિયા ભેગા કરવા ટાર્ગેટ આપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તેના કાર્યકરો અને સમર્થકોને તેમની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે રૂ. 200 કરોડથી વધુ એકત્ર કરવાની યોજના બનાવી છે. ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને વિધાનસભા ચૂંટણી સુધીમાં ઓછામાં ઓછું 200 કરોડ રૂપિયાનું ફંડ ઉઘરાવવા માટે આદેશ કર્યો છે.


ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે CM ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી સમયમાં યોજવનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અને જવાબદારીઓ આપવા ઉપરાંત 200થી વધુ નેતાઓને 200 કરોડથી વધુનો ફંડ ભેગો કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ઉપરાંત તમામ કારોબારી સભ્યોને કહેવામાં આવ્યું છે કે, બને તેટલું ફંડ પાર્ટી માટે લાવી આપો જેથી ચૂંટણી સમયે પક્ષ સ્વનિર્ભર બની શકે. નેતાઓને અને કાર્યકરોને પોતાના વિસ્તારમાં કે પરિચિત વર્તુળમાંથી વેપારીઓ, ઉદ્યોગકારો, સામાન્ય લોકો કે સંસ્થાઓ પાસેથી ઓછામાં ઓછાં 500 રૂપિયા માત્ર ચેકથી લેવાના રહેશે.

- Advertisement -

પાર્ટીના પ્રદેશ મહાસચિવ રજની પટેલે જણાવ્યું હતું કે, મીટિંગ દરમિયાન સીઆર પાટીલે પ્રસ્તાવ મૂક્યો હતો કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપના કાર્યકરોએ ફંડ એકત્રીકરણના કાર્યમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. અમારા કાર્યકરો લોકોને મળશે અને તેમને પાર્ટી માટે દાન આપવા માટે સંમત કરશે. આમાં કાર્યકરો સહિત સમર્થકોનો પણ સહકાર લેવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે જિલ્લા સ્તરના પક્ષના કાર્યકરો પણ આ કાર્યમાં સહયોગ આપે. પાર્ટીએ એકત્ર થનારી રકમનો કોઈ ટાર્ગેટ નક્કી કર્યો નથી, પરંતુ તેમ છતાં અમે 200 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત થવાની આશા રાખીએ છીએ.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular