Thursday, October 16, 2025
HomeGujaratVCE કર્મચારીઓના સમર્થનમાં આવ્યા અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી, CMને...

VCE કર્મચારીઓના સમર્થનમાં આવ્યા અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી, CMને લખ્યો પત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: ગુજરાતમાં 11 હજારથી પણ વધુ VCE ગ્રામપંચાયતમાં ફરજ બજાવે છે. જેમને સરકાર સામાન્ય કમિશન ચૂકવે છે અને તે પણ અનિયમિત મ‌ળે છે. VCEને નિયત પગાર ધોરણ પર લેવામાં આવે, જોબ સિક્યોરિટી અને સરકારી લાભો મ‌ળવા સહીત વિવિધ પડતર પ્રશ્નો અંગે VCE મંડળ દ્વારા ૨૦૧૬થી મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે અને હડતાળનું શસ્ત્ર પણ અનેક વાર ઉગમવા છતાં તેમને ન્યાય નહિ મળતા અરવલ્લી જીલ્લા પાંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી VCE કર્મચારીઓને ફિક્સ વેતન અને સરકારી દરજ્જો આપવાની માંગ કરી હતી.



VCE કર્મચારીઓની માંગણીઓને લઈને મુખ્યમંત્રીએ પગાર-ધોરણની માંગણીને લઈને જવાબદાર તંત્રને સૂચના આપતા સકારાત્મક બાહેધરી આપી હતી. પંચાયત વિભાગ દ્વારા ૮ મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ ન કરતા અને ઇગ્રામ સોસાયટી એસ.એલ.ઇ નીલકંઠ માતર દ્વારા ખાનગીકરણના મુદ્દા લાવીને ખોટી માહીતી આપીને VCEની માંગણી બાબતે કોઇ નિર્ણય ન થાય તેવા પ્રયાસ કર્યા હતા.

જેના પગલે ગુજરાતના VCEનુ ભવિષ્ય અંધકારમય બન્યું છે. મુખ્યમંત્રી અને પંચાયતમંત્રીએ માગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાહેધરી આપી હોવા છત્તા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી, જેના કારણે આખા ગુજરાતના VCE મંડળના કર્મચારીઓ ખુબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. ઉપર્યુક્ત રજૂઆત પરત્વે, ગ્રામ પંચાયત ઇગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતનનો ભંગ થતો હોવાથી કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણુંક અપાવી અને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવેની માંગ પત્રમાં કરવામાં આવી છે.


- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular