Friday, September 22, 2023
HomeGujaratદીવ: બોગસ ડિગ્રી સર્ટિફિકેટના આધારે પોલીસની નોકરી મેળવી PIનું પ્રમોશન પણ મેળવ્યું,...

દીવ: બોગસ ડિગ્રી સર્ટિફિકેટના આધારે પોલીસની નોકરી મેળવી PIનું પ્રમોશન પણ મેળવ્યું, DIGએ સસ્પેન્ડ કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દીવ: દીવ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં પંકેશ કલ્યાણ ટંડેલ 23 વર્ષ અગાઉ ડુપ્લીકેટ ડીગ્રી સર્ટીફીકેટ અને જન્મના ખોટા દાખલાના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું ધ્યાન પર આવતાં દીવ-દમણના ડીઆઈજીએ તેઓને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે અને પોલીસ કીટ હેડ કવાર્ટરમાં જમા કરાવવાનો ઉપરાંત મંજૂરી વગર દીવ નહીં છોડવાનો પણ આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.



આ અંગેની મળતી માહિતી મુજબ, દીવ કોસ્ટલ પોલીસમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં પંકેશ કલ્યાણ ટંડેલે 23 વર્ષ પહેલા ડુપ્લીકેટ ડીગ્રી અને જન્મ તારીખના ખોટા દસ્તાવેજના આધારે પીએસઆઈમાં ભરતી થઈ સરકારી નોકરી મેળવી હતી અને ત્યારબાદ પીઆઈનું પ્રમોશન પણ મેળવી લીધું હતું. દીવ કોસ્ટલ પીઆઈએ બોગસ ડીગ્રી સર્ટીફીકેટ અને જન્મ તારીખના દાખલાના આધારે નોકરી મેળવી હોવાનું ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવતાં પ્રાથમિક તપાસના અંતે દીવ-દમણના ડીઆઈજી વિક્રમજિતસિંહે પીઆઈ પંકજ ટંડેલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે. જ્યારે પીઆઈ પંકેશ ટંડેલને પોલીસ કીટ દીવ એસડીપીઓ સમક્ષ જમા કરી દેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે અને મંજૂરી વગર દીવ પોલીસ હેડ કવાર્ટર નહીં છોડવા હુકમ કરવામાં આવ્યો છે. 23 વર્ષથી બોગસ ડીગ્રી અને જન્મ તારીખના દાખલાના આધારે પોલીસમાં ફરજ બજાવતા પીઆઈનું કૌભાંડ બહાર આવતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
અહેવાલ તસ્વીર આભારસહઃ ધર્મેશ જેઠવા




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular