Saturday, October 25, 2025
HomeGujaratAhmedabadભડકે બળતા સીંગતેલના ભાવ!, સતત ત્રીજા દિવસે નોંધાયો સીંગતેલના ભાવમાં ઉછાળો

ભડકે બળતા સીંગતેલના ભાવ!, સતત ત્રીજા દિવસે નોંધાયો સીંગતેલના ભાવમાં ઉછાળો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી (inflation) ચરમસીમાએ પહોંચી રહી છે. તમામ ખાદ્ય ચીજવસ્તુઓમાં વધારો થતાં સામાન્ય તેમજ ગરીબ વર્ગની એક સાંધે ત્યાં તેર તૂટે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વધુ એકવાર ખાદ્યતેલના ભાવમાં (Edible oil Price) ઉછાળો બોલાતા સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીની કાતર ચાલી છે. આજે સીંગતેલ (Groundnut Oil) સહિત કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. જેને લઇ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.

આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેને લઇ સીંગતલેની કિંમત 2,910 રૂપિયાથી 2,940 રૂપિયાએ પહોંચી છે. એટલે 3 દિવસમાં 90 રૂપિયા જેટલો ભાવ વધારો સીંગતેલમાં કરાયો છે. જેને લઇ સીંગતલેના વપરાશકર્તાઓને વધું એકવાર મોંઘવારીનો ડામ મળ્યો છે. સાથે- સાથે કપાસિયા અને પામોલીન તેલમાં પણ 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -

કેમ વધી રહ્યાં છે તેલના ભાવ?

વેપારી દ્ઘારા ખાદ્યતેલના ભાવ વધારા પાછળ મગફળીના ઉંચા ભાવ હોવાનું કહેવાઇ રહ્યું છે, સાથોસાથ કેટલાંક વેપારીઓ દ્ઘારા તેલની સંગ્રહખોરી કરી ઉંચા ભાવે વેચવામાં આવે છે. જેને લઇ ડિમાન્ડ સામે પુરવઠો પહોંચી ન વળતા ભાવ વધારો કરવામાં આવ્યો છે. હજુ આગામી દિવસોમાં સીંગતેલના ભાવમાં વધારો થાય તેવી શક્યતા વેપારી દ્ઘારા વ્યકત કારાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કપાસિયા અને પામતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.1840-1890 એ પહોંચ્યો છે. તો સાથે જ સનફ્લાવર તેલમાં પણ ડબ્બે 10 રૂપિયાનો વધારો કરાયો છે.

મહત્વનું છે કે, કપાસિયા તેલ અને પામોલીન તેલનો વપરાશ મધ્યમ તેમજ ગરીબ વર્ગ મોટા પ્રમાણમાં કરતો હોય છે. ત્યારે તેલના ડબ્બામાં ભાવ વધારો થતાં વધુ એકવાર સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular