નવજીવન ન્યૂઝ.ઉત્તર પ્રદેશ: કર્ણાટકમાં ‘હિજાબ’ વિવાદની નિંદા કરતા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં બંધારણનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના સરાય તારિનમાં એક જનસભાને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું કે, હું પ્રાર્થના કરુ છું કે હિજાબ પહેરવાના અધિકાર માટે લડનારી અમારી બહેનો પોતાની લડાઈમાં સફળ થાય. કર્ણાટકમાં બંધારણની કલમ 15, 19 અને 21નું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. હું કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારના આ નિર્ણયની નિંદા કરું છું.”
કર્ણાટકમાં 4 ફેબ્રુઆરીએ હિજાબ (મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી હેડસ્કાર્ફ) પહેરીને કેટલીક વિદ્યાર્થિનીઓને કથિત રીતે કોલેજમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યા બાદ અનેક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. ઉડુપી જિલ્લાની સરકારી ગર્લ્સ પીયુ કોલેજની વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને વર્ગમાં જતા અટકાવવામાં આવ્યા છે.
કર્ણાટક પ્રી-યુનિવર્સિટી એજ્યુકેશન બોર્ડે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર શાળા પ્રશાસન દ્વારા માન્ય ડ્રેસ જ પહેરી શકે છે અને કોલેજોમાં અન્ય કોઈ ધાર્મિક પ્રથાઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
દરમિયાન, મંગળવારે રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન ડો.સી.એન.અશ્વથા નારાયણે હિજાબ વિવાદને ધ્યાનમાં રાખીને ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ કોલેજિયેટ એન્ડ ટેક્નિકલ એજ્યુકેશન (ડીસીટીઇ) હેઠળની તમામ યુનિવર્સિટીઓમાં ત્રણ દિવસની રજાની જાહેરાત કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.