Tuesday, October 14, 2025
HomeGujaratધંધુકામાં યોજાશે ભવ્ય સમૂહ લગ્નોત્સવ, આસ્થા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું આયોજન

ધંધુકામાં યોજાશે ભવ્ય સમૂહ લગ્નોત્સવ, આસ્થા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું આયોજન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ધંધુકા: આગામી સમયમાં લગ્ન સિઝનની શરૂઆત થવાની છે, ત્યારે ઘણા સમાજ સેવકો દ્વારા સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા જ એક સમૂહ લગ્ન (Mass marriage) અને તુલસી વિવાહનું આયોજન ધંધુકામાં (Dhandhuka) આસ્થા ફાઉન્ડેશનના (Astha Foundation) ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા જનકપુરી ધંધુકા ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન અને તુલસી વિવાહ મહોત્સવ આગામી 24મી નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ તુલસી વિવાહ મહોત્સવ ગુજરાતનો સૌથી મોટો મહોત્સવ થવા જઈ રહ્યો છે, જેની નોંધ વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઈન્ડિયા પણ લેવાનું છે.

આ સમારંભ દરમિયાન ઠાકોરજીની જાન જેનો વર્લ્ડ રેકોર્ડ થવાનો છે, તે ભવ્ય જાન દાદા બાપુ ધામ પચ્છમથી પધારશે. આ ઉપરાંત આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા તારીખ 24/11/2023 ના રોજ મા-બાપ વગરની 111 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન જનકપુરી ધંધુકા મુકામે રાખવામા આવ્યા છે. સમગ્ર ભાલપંથક અને ધંધુકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ગુજરાતનો સૌથી મોટો તુલસી વિવાહ મહોત્સવ જેનો પણ વર્લ્ડ રેકોર્ડ થવાનો છે. આ સમગ્ર આયોજન તારીખ 23/11/23 ના રોજ આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં દાદા બાપુ ધામ પચ્છમથી વીરભૂષણ વિજય સિંહ 1500 કરતા વધારે ગાડીના વિશાળ કાફલા સાથે ધંધુકા પધારવાના છે, આ જાનનો વર્લ્ડ રેકોર્ડ થવાનો છે. આ ઠાકોરજીની જાન દાદા બાપુ ધામ પચ્છમથી ઉમરગઢથી રોજકા અને ત્યાંથી ધંધુકા નગરમાં કોલેજ રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ વાળા રસ્તે હાઈવે થી તારીખ 23/11/2023 ના રોજ બપોરે 1:00 વાગ્યે નગર પ્રવેશ કરશે. આ જાન જ્યારે આવે ત્યારે ઠાકોરજી વરરાજાના સ્વરૂપે ધંધુકા નગરમાં ધંધુકા માર્કેટ યાર્ડથી કોલેજ અને કોલેજથી પુનિત મહારાજના સ્ટેચ્યુથી આંબેડકરના સ્ટેચ્યુથી અવાડા ચોક અને ત્યાંથી મોટી શાકમાર્કેટ સુધી પરીભ્રમણ કરશે. આ પરિભ્રમણમાં ઠાકોરજી વરરાજાના સ્વરૂપે બિરાજમાંન થશે તે રથ સાથે જુદા-જુદા ક્ષેત્રના નિષ્ણાંતો, પદ્મશ્રીઓ, વૈજ્ઞાનિકો, કેળવણીકરો, ચિત્રકારો, યુવા વૈજ્ઞાનિકો અને વર્લ્ડ રેકોર્ડ ધારકો તેમજ ભજનિકો, લેખકો, સાહિત્યકારો અને સાત રાજવી પરિવારના મહારાજાઓ અને 55 સંતો મહામંડલેશ્વરો અને લશ્કરના 108 જવાનો પરેડ સાથે આ ઠાકોરજીની જાનમાં નગર પરિભ્રમણ જોડાશે અને સાથે-સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક 12 પ્રદર્શની ઝાંખી એટલે ટેબલો પણ આ નગર પરિભ્રમણમાં જોડાશે.

આ નગર પરિભ્રમણમાં ધંધુકા નગરમાં દર્શન માટેના 15 દર્શન પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને આ દરેક પોઈન્ટનું નામ વીરગતિ પ્રાપ્ત કરનાર બલિદાનની સૈનિકોના નામ ઉપર રાખવામાં આવ્યા છે, જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. જે-જે પોઇન્ટ ઉપર વીર શહીદ સૈનિકનું નામ આપવામાં આવ્યું છે, એ એરિયાના ધર્મપ્રેમીજનો રોજ સાંજે એ બોર્ડ ઉપર મુકેલા શહીદ વીરના ફોટા પાસે આરતી વંદનાનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. એટલે આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્ર ભાવનાનો ખૂબ વિશાળ સંદેશો યુવાનોમાં જાય તેવા હકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. ઠાકોરજીની જાનમાં વધારેમાં વધારે ભાઈ ભક્તજનો ઠાકોરજીની જાનમાં જોડાઈ અને ઠાકોરજીના દર્શનનો લાભ લે તે માટે સમગ્ર ધંધુકા શહેરમાં બેઠકોનો દોર અત્યારે પણ ચાલુ છે. આ ઠાકોરજીની ભવ્ય જાન આવે છે તેનું મુખ્ય સંકલનનું અને મુખ્ય વ્યવસ્થાની જવાબદારી પ્રવિણસિંહ ગોહિલની છે અને ધંધુકાના પરિભ્રમણ જે આ જાનનું હાર્દ સમાન છે એના સંયોજકની જવાબદારી એન. એમ. પટેલની છે. તેમજ ત્રીજો વર્લ્ડ રેકોર્ડ દાદા બાપુ ધામ પચ્છમથી ઠાકોરજીની જાન નિમિત્તે એક કરોડ 34 લાખ ચાલીસ હજાર “જય મોગલ માં”નામ લેખન 2500 ભક્ત જનોને હાથ થી લાલ શાહી લખી છે સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે તેનો પણ વર્લ્ડ રેકોર્ડ થવાનો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular