Thursday, March 26, 2026
HomeGujaratGandhinagarગાંધીનગર ગીફ્ટ સીટીના વૈભવી ફ્લેટમાં નશાનું નેટવર્ક, સરકારી નોકરીની તૈયારી કરતો યુવક...

ગાંધીનગર ગીફ્ટ સીટીના વૈભવી ફ્લેટમાં નશાનું નેટવર્ક, સરકારી નોકરીની તૈયારી કરતો યુવક ચરસ વેચવા લાગ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગરના ગિફ્ટ સિટીના વૈભવી ફલેટમાં ચાલતા ગાંજાના વેચાણના રેકેટના પર્દાફાશ બાદ અન્ય એક ફલેટમાં ચાલતો ચરસનો અડ્ડો પોલીસને મળી આવ્યો છે. ધોરણ 12 પાસ કરેલા 20 વર્ષીય યુવકના ઘરમાંથી 1.55 કિલોથી વધુ ચરસ ગાંધીનગર એલસીબી (Gandhinagar LCB) ને મળી આવ્યું છે. આ મામલે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. થરાદ તાલુકાના ચરસ સપ્લાયરને ફરિયાદમાં ફરાર દર્શાવાયો છે.

સરકારી નોકરીની તૈયારી કરતો યુવક ચરસ વેચતો

- Advertisement -

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે સેક્ટર-4 ખાતે સ્વરાજ કૉમ્પલેક્ષના ફલેટ નંબર એ-102માં દરોડો પાડ્યો હતો. પીઆઈ એન. બી. ચૌધરી (PI N B Chaudhary) અને તેમની ટીમને ફલેટમાં હાજર લૈલેશ કુંભાભાઈ ચૌધરી (ઉ.20 રહે. રાણેસરી, તા.જિ. થરાદ) મળી આવ્યો હતો. લૈલેશ પાસેથી એક સૂટકેસ મળી આવી હતી. જેમાંથી 1.55 કિલો ચરસનો જથ્થો તેમજ પ્લાસ્ટીકની નાની ઝીપ લૉક બેગ 34 નંગ મળી આવી હતી. પોલીસે 3.89 લાખની કિંમતનો ચરસનો જથ્થો, એક મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને લાઈટ બીલ કબજે લીધું છે. પ્રાથમિક તપાસમાં થરાદ તાલુકાના ભરડાસર ગામે રહેતા ભૂરા પાસેથી લૈલેશે ચરસનો જથ્થો ખરીદ્યો હતો. છેલ્લાં છ મહિનાથી લૈલેશ ગાંધીનગરમાં ભાડાના મકાનમાં રહીને સરકારી નોકરીના તૈયારી કરે છે.

ગિફ્ટ સિટીના લકઝુરિયસ ફલેટમાં શું મળ્યું હતું ?

ગાંધીનગર SOG PI એચ.આઈ. ભાટી અને તેમની ટીમે બાતમીના આધારે ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23માં માળે આવેલા ફ્લેટ નંબર 1235માં તાજેતરમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન બેડરૂમમાં એક બેગમાં પડેલો 0.746 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. પોલીસે અંકિત રાજેશભાઈ કક્કડ (ઉ.25 રહે. રાજકોટ મૂળ વતન મહેન્દ્રપરા,મોરબી) પાસેથી બે મોબાઈલ ફોન અને 4 હજારની રોકડ જપ્ત કરી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular