નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં કરા પણ પડ્યા છે. આજે રાજકોટમાં પણ વરસાદની (Rain) એન્ટ્રી થઈ ગઈ છે. રાજકોટના જેતપુરમાં (Jetpur) વરસાદી માહોલ છવાતાં ખેડૂતો (Farmers) ચિંતામાં મુકાયા હતા. બીજીબાજુ જેતપુર માર્કેટિંગ યાર્ડની (Market Yard) બેદરકારીના કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. યાર્ડમાં જણસી રાખવાની વ્યવસ્થાના અભાવે મરચા, ધાણા અને ઘઉંના જથ્થામાં ભારે નુકસાન થયું છે.
ગઈકાલે રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઉનાળાની શરુઆતથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના લીધે વરસાદી માહોલ છવાયેલો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ વધુ બે દિવસ વરસાદી માહોલની શક્યતા છે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ રહ્યો છે. ત્યારે રાજકોટના જેતપુર, ગોંડલ સહિતના પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે.
જેતપુરમાં વરસાદ પડતાં માર્કેટ યાર્ડમાં રહેલી ખેડૂતોની જણસી પલળી ગઈ હતી. હવામાન વિભાગની વરસાદની આગાહી બાદ પણ જેતપુર માર્કેટયાર્ડ દ્વારા જણસીને વરસાદથી બચાવવા માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેથી માર્કેટ યાર્ડમાં રહેલા ધાણા, મરચા અને ઘઉં સહિતના પાકના જથ્થા પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જો ખેડૂતોની વાત માનીએ તો એક તરફ ખેડૂતોને પાકના પુરા પૈસા મળતા નથી અને બીજીબાજુ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








