નવજીવન.અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી મોટા પ્રમાણમાં જેવી રીતે ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાત મુખ્ય માર્ગ છે. ગુજરાતમાં આતંકી પ્રવૃતિઓ પર નજર રાખતી અને અટકાવતી એજન્સી ATS (એન્ટી ટેરિરિસ્ટ સ્ક્વોડ) દ્વારા ગુજરાતના દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી બોટ મારફતે ડ્રગ્સ લઈને આવતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડનું સંયુક્ત મિશન હતું.
પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા હાજી હસન અને હાજી હસમ દ્વારા પાકિસ્તાનના છ વ્યક્તિઓને ભારતમાં ગુજરાતના માર્ગે પંજાબ સુધી આ ડ્રગ્સ પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. પકડાયેલા આરોપી મોહમ્મદ ઈમરાન અને સાગર વાઘેર દ્વારા અલ હુસેની નામની બોટ લઈને કુલ છ વ્યક્તિઓ કરાચી બંદરથી નીકળ્યા હતા. ત્યાર બાદ કરાંચીથી છ નોટિકલ માઈલ દૂર હાજી હસન અને હાજી હસમના ભાણા મામુનો સમ્પર્ક કરીને મામુ પાસેથી 77 કિલોગ્રામ હેરોઇન લઈને ગુજરાત તરફ આવવા નીકળ્યા હતા.
આ વાતની બાતમી ગજરાત ATSમાં ફરજ બજાવતા DySP ભાવેશ રોજીયાને બાતમી મળી હતી. બાતમીના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા આ વાતની જાણ ભારતીય કોસ્ટ ગાર્ડને કરવામાં અવ અને બંને એજન્સી દ્વાર સંયુક્ત ઓપરેશન કરીને ભારતીય જળ સીમમાં જખૌથી 35 નોટિકલ માઈલ દૂર અલ હુસેની નામની બોટમાં છ પાકિસ્તાની વ્યક્તિઓ અને 77 કિલોગ્રામ હેરોઇન જેની કિંમત 385 કરોડ રૂપિયા છે તે પકડવામાં આવ્યું હતું. આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ અને બોટની સાથે જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અગાઉ પણ ગુજરાત ATS દ્વારા મોરબીમાં ડ્રગ્સ લાસ્કારોને પકડવામાં આવ્યા હતા તદુપરાંત દેવભૂમિ દ્વારકા માંથી લોકલ પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે ગુજરાતના દરિયાઈ વિસ્તાર માંથી 385 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આગળના બંને કેસની તાપસ NCB (નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો)ને આપવામાં આવેલી છે.
ગઈકાલે રાતે પકડાયેલા ડ્રગ્સની વિગતો આપવા માટે આજે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોનારન્સમાં તેમણે જણાવ્યું હતું કે,” ગુજરાત ATSની આ કામગીરી સરાહનીય છે. તેમણે છેલ્લા કેટલાક સમયમાં સફળતાપૂર્વક ભારતમાં ડ્રગ્સની ઘૂસણખોરી અટકાવી છે. જેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું. આજે છ લોકોની ધારક કરવામાં આવી છે પરંતુ આ કેસના મુખ્ય સૂત્રધાર હાજી હસન અને હાજી હસમ પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા છે. આગળ NCB દ્વારા વધુ તાપસ કરવામાં આવશે અને જે કોઈ માહિતી મળશે તે મીડિયા સમક્ષ મુકવામાં આવશે.”
ઉલ્લેખનય છે કે ગુજરાતમાં જેમ જેમ ડ્રગ્સ પકડવામાં અવી રહ્યું છે તે જોતા ગુજરાત ભારતનું ડ્રગ્સ કેપિટલ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. માત્ર ગુજરાત ATS દ્વારા જ ઓગસ્ટ 2018થી ડિસેમબર 2021 સુધીમાં કુલ 920 કિલોગ્રામ એટલે 4600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એજન્સી દ્વારા પણ મોટી સંખ્યામાં ગુજરાતમાં ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









