નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હી પોલીસે એક વ્યક્તિને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલના નિવાસસ્થાને ઘૂસવાનો પ્રયાસ કર્યા બાદ કસ્ટડીમાં લીધો છે. આ ઘટના આજે સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે એક વ્યક્તિએ કારમાં ડોભાલના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ડોભાલના નિવાસસ્થાનની સુરક્ષા કરતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના જવાનોએ તેને અટકાવીને કસ્ટડીમાં લીધો હતો. NSA અજિત ડોભાલ સીઆઈએસએફ કમાન્ડોની ટોચની ઝેડ કેટેગરી હેઠળ સુરક્ષિત છે.
આ ઘટના બની ત્યારે અજિત ડોભાલ તેમના નિવાસસ્થાને હાજર હતા. આ વ્યક્તિની ઓળખ કર્ણાટકના શાંતનુ રેડ્ડી તરીકે થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે તે ભાડાની કાર ચલાવતો હતો. તપાસ દરમિયાન રેડ્ડીએ પોલીસને જણાવ્યું હતું કે, કોઇએ તેની અંદર એક ચિપ ફિટ કરી છે અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ પોલીસને આ દાવો ખોટો લાગ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાય છે. “પ્રાથમિક તપાસ મુજબ, તે માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગે છે, “દિલ્હી પોલીસે જણાવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












