નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ દહેગામના બહીયલ કનીપુર રોડ પર પસાર થતાં ટ્રક અને ડમ્પર ઘણી વખત બેફામ રીતે ચલાવતા હોય છે. અહીં રસ્તો નાનો અને વાહનોની સામ સામી અવરજવર ખુબ ડરામણી હોય છે કારણ કે સામાન્ય ચુક પણ અહીં ગંભીર અકસ્માત નૌતરે તેમ છે. આવી જ એક પુર ઝડપે આવતા આઈસર ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારતા બે મજુરો મૃત્યુ પામ્યા છે. દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દહેગામના બહીયલ ગામમાં રહેતા બળદેવ દંતાણી નામના વ્યક્તિ ગત બપોરે ઘરે હતા ત્યારે તેમના કૌટુંબીક ભાઈ સુનીલ દંતાણી કે જે કનીપુર રોડ પર આવેલા મરઘા ફાર્મમાં નોકરી કરે છે તેમણે કહ્યું કે ત્યાં રોડ પર બળદેવના કાકાનો દીકરો મહેશ દંતાણી અને યોગેશ દંતાણી કનીપુરથી બહીયલ બાઈક પર આવતા હતા ત્યારે આઈસર ટ્રક વાળાએ ટક્કર મારી છે.
આઈસર ટ્રક અને બાઈક વચ્ચે સામ સામે અકસ્માત થયાની વિગતો મળતા તેઓ ત્યાં દોડી ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર ટ્રક ચાલક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હતી જેના કારણે મહેશ અને યોગેશ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમાં ગંભીર ઈજાઓ થતાં મહેશનું તો સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે યોગેશને સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેનું પણ અવસાન થયું હતું. બનાવને પગલે બળદેવભાઈની ફરિયાદને આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











