Wednesday, October 8, 2025
HomeGeneralDCP પ્રેમસુખ ડેલુને પોતાના વિસ્તારમાં અસમાજિક તત્વોનો ત્રાસ છે તેવી વાત મળી,...

DCP પ્રેમસુખ ડેલુને પોતાના વિસ્તારમાં અસમાજિક તત્વોનો ત્રાસ છે તેવી વાત મળી, પછી તેમણે શું કર્યું જાણો

- Advertisement -

દેવલ જાદવ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં આવેલા જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લા મેદાનો અને જાહેર જગ્યાઓ પર કેટલાક અસમાજિક તત્વો દ્વારા બેઠકો બનાવવામાં આવી હતી,જેના કારણે સામાન્ય રહીશોને તકલીફ પડતી હતી. આ વાતની જાણ અમદાવાદ પોલીસના ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુના ધ્યાને આવતા તેમણે સામાન્ય નાગરિકોની આ તકલીફને દૂર કરવાનું નક્કી કર્યું.



થોડા દિવસો પહેલા તેમણે પોતાની સ્ક્વોડને સાથે લઈને આ બધા સ્થળોએ જાતે જઈને જાતતપાસ કરવાનું શરૂ કર્યું. આ સંદર્ભે ડીસીપી પ્રેમસુખ ડેલુ અને તેમની ટિમ દ્વારા જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં આવી જેટલી જગ્યાઓ હતી ત્યાં જઈને આવા અસમાજિક તત્વોની બદીને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત જુહાપૂરનું એકતા મેદાન અને સરખેજ રોજાની આસપાસના વિસ્તારોમાં જે અસમાજિક તત્વોનો ત્રાસ હતો તેમને ભેગા કરીને આ પ્રકારની તકલીફ લોકોને ભવિષ્યમાં ફરી ન પડે તે માટે સમજાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ વિસ્તારોમાં દારૂ અને જુગારનું પણ ચલણ વધતું હોવાને કારણે તેમણે ખાસ કરીને આવા પ્રકારના ગુનાને અટકાવવા માટે પોતાના તબ અંતર્ગત આવતા જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ કર્યું હતું, તેમજ આંબેડકરનગરમાં જઈને ત્યાં રહેતી મહિલાઓ સાથે વાતચીત કરીને મહિલાઓના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી હતી અને મહિલાઓના પ્રશ્ન દૂર કરવા માટે કામગીરી શરૂ કરવા માટે સૂચનો આપ્યા હતા.

- Advertisement -

આ અંગે વાત કરતાં ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતું કે, “જુહાપુરા અને સરખેજ રોજા આસપાસના કેટલાક જાહેર સ્થળોએ કેટલાક અસમાજિક તત્વોએ પોતાની બેઠક બનાવી લીધી હતી જેના કારણે સ્થાનિક લોકોને તકલીફ પડતી હતી, આ અંગેની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન મોડમાં આવીને પેટ્રોલીંગ કરીને આ સ્થળોની મુલાકત લેવામાં આવી હતી. આ દરમિયાન અમારા ધ્યાને આવી તે બેઠકોને અમે તોડી પડી હતી અને આવા કેટલાક અસમાજિક તત્વોને લોકોને પરેશાની ન થાય તે અંગે ધ્યાન રાખવા માટે સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત આંબેડકરનગરમાં જઈને અમે મહિલાઓ સાથે વાતચીત કરી હતી અને તેમના પ્રશ્નો અંગે તેમની સાથે ચર્ચા કરી હતી. લોકોની શાંતિ અને સુરક્ષાનું ધ્યાન રખવાનું અમારું કામ છે, અને આ કામમાં કોઈ ચૂક ચલાવવામાં આવશે નહીં.”




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular