Sunday, October 26, 2025
HomeNationalધાર્મિક ઝંડાના 'કથિત અપમાન' બાદ ઝારખંડના જમશેદપુરમાં ઘર્ષણ, કલમ 144 લાગૂ

ધાર્મિક ઝંડાના ‘કથિત અપમાન’ બાદ ઝારખંડના જમશેદપુરમાં ઘર્ષણ, કલમ 144 લાગૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જમશેદપુર: Jharkhand Clash: ઝારખંડના જમશેદપુરમાં (Jamshedpur) ધાર્મિક ઝંડાના (religious flag) કથિત અપમાન બાદ બે જૂથ વચ્ચે ઘર્ષણની (Clash) ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારા અને આગચંપીની કેટલીક ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે ગત રવિવારના રોજ પોલીસ દ્વારા જમશેદપુરમાં કલમ 144 લાગુ કરી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હિંસક અથડામણમાં બે દુકાન અને એક ઓટો રિક્ષાને આગચાંપી દેવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

જમશેદપુરમાં ગત રવિવારથી ધાર્મિક ઝંડાના વિવાદને લઈ શરૂ થયેલી અથડામણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસે સ્થિતીને કાબૂમાં રાખવા માટે શહેરમાં કર્ફ્યુની જાહેરાત કરી છે. ત્યારે કેટલાક સ્થળો પર એકત્ર થયેલા ટોળા વિખેરવા પોલીસે લાઠી ચાર્જ તેમજ ટીપર ગેસના સેલ છોડવા પડ્યા હતા. સાથે જ કદમા પોલીસ સ્ટેશનના તાબા હેઠળના શાસ્ત્રીનગર વિસ્તારમાં ખાસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

- Advertisement -

મહત્વની વાત છે કે, ગત શનિવારેની રાત્રિથી જ જમશેદપુરના શાસ્ત્રીનગરમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેમાં રામનવમનીના ધ્વજ સાથે કોઈ માનસિક વિકૃત શખ્સે ચેડા કર્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો અને બાદમાં ઘર્ષણ સર્જાયું હતુ. આ ઘટના બાદ હલ્દીપોખરમાં કેટલાક લોકોએ પોટકા વિસ્તારના જવાબદાર અધિકારીઓની બદલી કરવા અને પથ્થરમારાની ઘટના માટે જવાબદાર લોકો વિરુધ્ધ કાર્યવાહીની માગણી કરતા બંધનું એલાન કર્યું હતુ. આ ઘટનામાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular