Sunday, October 26, 2025
HomeNationalમોદી કેબિનેટમાં ફેરફારઃ કિરેન રિજ્જૂ પાસેથી કાયદા મંત્રાલય છિનવાયું, અર્જુન રામ મેઘવાલને...

મોદી કેબિનેટમાં ફેરફારઃ કિરેન રિજ્જૂ પાસેથી કાયદા મંત્રાલય છિનવાયું, અર્જુન રામ મેઘવાલને મળી જવાબદારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ Modi Cabinet reshuffle :મોદી કેબિનેટમાં ગુરુવારે મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી કાયદા મંત્રીની જવાબદારી સંભાળી રહેલા કિરણ રિજિજુ (Kiren Rijiju) પાસેથી મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે. તેમના સ્થાને અર્જુન રામ મેઘવાલને (Arjun Ram Meghwal) કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્યમંત્રી (Law Minister) (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે. રિજિજુને ભૂ-વિજ્ઞાન મંત્રાલય આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ આ નિર્ણય વડાપ્રધાનની સલાહ પર લીધો છે.

કિરણ રિજિજુ પહેલા જુલાઈ 2021માં રવિશંકર પ્રસાદ પાસેથી પણ કાયદા મંત્રાલયમાંથી છીનવી લેવામાં આવ્યું હતું. રિજિજૂના કાયદા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ન્યાયાધીશોની નિમણૂકને લઈને ન્યાયતંત્ર સાથે તેમની તકરારના સમાચારો વારંવાર હેડલાઇન્સ બન્યા હતા. રિજિજુ જાહેરમાં ટોચના ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂક કરવાની કોલેજિયમ સિસ્ટમ પરના વિરોધ કરી રહ્યા છે.

- Advertisement -

અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનના છે, તેઓ ભાજપના મોટા દલિત ચહેરાઓમાંથી એક છે. તેઓ તેમની સાદગી માટે જાણીતા છે. તેમણે ઘણીવાર સાયકલ પર કામ પર જતા જોવા મળ્યા છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમને કાયદા મંત્રાલય જેવી મહત્વની જવાબદારી સોંપવી એ પણ આગામી રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપને મદદ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

કિરણ રિજિજુ અરુણાચલ પ્રદેશથી આવે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ નિવૃત્ત ન્યાયાધીશો પર કરેલી ટિપ્પણીઓને કારણે ચર્ચામાં છે. કિરણ રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ વિશે પણ કહ્યું હતું કે, દેશમાં કોઈ કોઈને ચેતવણી આપી શકે નહીં. દેશમાં દરેક વ્યક્તિ બંધારણ પ્રમાણે કામ કરે છે. આ સિવાય તેમણે કેટલીક આકરી ટિપ્પણીઓ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે આગામી સમયમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. પરંતું છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર સચિન પાયલોટ અને CM અશોગ ગહેલોત સામ સામે આવી ગયા છે. સચિન પાયલોટ પોતાની જ સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપને લઈને ઉપવાસ પર બેઠા હતા. જ્યાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સીએમ અશોક ગેહલોત અને વસુંધરા રાજે વચ્ચે ભ્રષ્ટાચારને લઈને સાંઠગાંઠનો ગંભીર આરોપ લગાવ્યો હતો. રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદનો ફાયદો આગામી ચૂંટણીમાં ભાજપ ઊપાડી શકે તેમ છે. આજે મોદી કેબિનેટમાં રાજસ્થાનના મંત્રીને કાયદા મંત્રીની જવાબદારી મળવી તે રાજસ્થાન ચૂંટણીમાં ભાજપની રણનીતી હોવાનું રાજકીય પંડિતોનું અનુમાન છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular