Sunday, November 2, 2025
HomeNationalBSFની ફોર્વર્ડ પોસ્ટનું નામ SINDOOR રાખવા પ્રસ્તાવઃ મહિલાઓએ રણચંડી બની પાકિસ્તાનને ધૂળ...

BSFની ફોર્વર્ડ પોસ્ટનું નામ SINDOOR રાખવા પ્રસ્તાવઃ મહિલાઓએ રણચંડી બની પાકિસ્તાનને ધૂળ ચટાળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ જમ્મૂના અખનૂર વિસ્તારની બોર્ડર પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ આતંકવાદીઓના લોન્ચપેડને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. આ માહિતીની પુષ્ટી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા કરવામાં આવી છે. આ અંગે બીએસએફના અધિકારી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, લુની ખાતે આવેલું લોન્ચપેડ ભારત દ્વારા એક હુમલામાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. આ લોન્ચપેડનો ઉપયોગ ઘૂસણખોરી અને સરહદ પારના હુમલાઓને સરળ બનાવવા માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે. જોકે આ તરફ બીએસએફના અધિકારીઓએ એવું પણ કહ્યું કે અમે એક સીમા ચોકીનું નામ સિંદૂર રાખવાનો પ્રસ્તાવ મુખ્યાલય અને સરકારને મોકલશે.

બીએસએફના ડીઆઈજી એસએસ માન, આઈજીપી જમ્મુ ફ્રન્ટિયર સહિતના અધિકારીઓએ આજે પત્રકાર પરિષદમાં લોકો સુધી જાણકારી પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન દુશ્મનને જવાબ આપવા સાથે આપણી મિલકતોને પણ આપણે બચાવી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આપણી મહિલા શક્તિએ આગળ આવીને ભાગ લીધો. મહિલા જવાનો પાસે ઓપ્શન હતો કે બોર્ડર છોડીને હેડક્વાર્ટર આવી શકે છે. પણ આપણી મહિલા શક્તિએ નક્કી કર્યું કે બોર્ડર પર તૈનાત રહીને જવાબ આપશે. કમાન્ડ આપ્યા, ફોર્વર્ડ પોસ્ટમાં રહ્યા જેમને મહિલા કોન્સ્ટેબલ મંજીત કૌર, સુમી, મંજીત કૌર, જ્યોતિ, સંપા અને સપના આ તમામ મહિલાઓએ આગળ રહીને દુશમન પર ફાયર કર્યા છે.

- Advertisement -

એવી ઘણી પોસ્ટ છે કે જે આપણી તારબંધીથી આગળ છે. ઓપરેશન સિંદૂરમાં બીએસએફએ આગળ વધીને કામગીરી કરી છે. હંમેશા બીએસએફ આ માટે તૈયાર રહે છે. હજુ એવા ઈન્પુટ્સ છે કે ઘૂસણખોરી કે ક્રોસ ફાયરિંગ દુશ્મનને થયેલા નુકસાન બાદ કરવામાં આવે. જેથી હજુ પણ બીએસએફ તૈયાર છે. દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે.

ડીઆઈએસ વિક્રમ કુંવરે પણ આ દરમિયાન જાણકારી આપી કે, અમે જેટલા પણ ફાયરિંગ કર્યા છે. તેમણે ફાયરિંગ કર્યા ત્યારે તેના કાઉન્ટરમાં આપણે પણ ફાયરિંગ કર્યા અને તેમાં તેમને ઘણું નુકસાન થયું છે. અધિકારી બરિન્દર કહે છે કે, લોન્ચપેડ આપણે 9 તારીખે ધ્વસ્ત કર્યું હતું. તે વાત સાચી છે. આ કાર્યવાહી આપણે કરી હતી.

બીએસએફની પરિષદમાં એ જાણકારી પણ આપવામાં આવી કે, પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી વધી શકે તેમ છે, બીએસએફ તેના માટે તૈયાર છે. દુશમન કે આતંકવાદી સીમાની નજીક આવે તો પણ આપણને જાણકારી મળી જાય તેવી તકનીક પર અમે કામ કરી રહ્યા છીએ. જેથી પહેલાથી મળી જતી જાણકારીને કારણે તેના પર તુરંત કાર્યવાહી થઈ શકે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular