નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar News: જામનગરના ભાગેડુ ભૂમાફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલ (Jayesh Patel) વિરુદ્ધ લંડનની કોર્ટમાં (London Court) સુનાવણી ચાલી રહી હતી. જે સુનાવણીના અંતે લંડન કોર્ટે તેને ભારત લાવવાની કાયદાકીય મ્હોર મારી હતી. ત્યાર બાદ જાણવા મળ્યુ છે કે, જામનગરના પોલીસવડા પ્રેમસુખ ડેલુને (Jamnagar SP Premsukh Delu) સમગ્ર માહિતીનો ઈ-મેઈલ કરી આપવામાં આવ્યો છે.
જામગનરના કુખ્યાત ગેંગસ્ટ અને ભૂમાફિયા જયેશ પટેલ સામે સરકારે ગાળિયો કસ્યો છે. જયેશ પટેલ સામે ગુજરાતમાં અનેક નાના-મોટા ગુનાઓ નોંધાયેલા છે. જેને લઇ ભાગેડુ જયેશ કાર્યવાહીથી બચવા લંડન નાસી ગયો હતો. અને ત્યા ખોટા પુરાવા અને આઇ ડી કાર્ડ સાથે લંડનમાં રહેતો હતો. જોકે લંડન પોલીસે બોગસ પાસપાર્ટ સાથે 2021માં પકડી પાડ્યો હતો. તેની સામે છેલ્લા બે વર્ષથી લંડન કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. 2 વર્ષની લાંબી કાયદાકીય કવાયત બાદ કોર્ટે જયેશ પટેલને ભારત સરકારને સોંપવા મંજૂરીની મ્હોર મારી છે. જે અંગે જામનગરના પોલીસવડા પ્રેમસુખ ડેલુને સમગ્ર માહિતીનો ઈ-મેઈલ કરી આપવામાં આવ્યો છે.
જામનગરના ચકચારી હત્યા અને લેન્ડ ગ્રેબિંગ કેસ સહિત ધાક ધમકી.ખંડણી, અનેક ગંભીર ગુનાઓ જયેશ પટેલે સામે ગુજરાતમાં દાખલ છે. જામનગરના એક વકીલની હત્યા કેસમાં જયેશ પટેલ ગુજરાતથી ફરાર થયો હતો અને લંડનમા ખોટા પુરાવા સાથે રહેતો હતો. કુખ્યાત ગેંગસ્ટરને ગુજરાત લાવવા ભારત અને ગુજરાત સરકાર દ્ધારા અનેક પ્રત્યન કરવામાં આવ્યા છે. જેના અંતે લંડન કોર્ટે જયેશ પટેલને ભારત સરકારને સુપરત કરવા મંજૂરી આપી દીધી છે. જેમા જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમ સુખ ડેલુ અને પૂર્વ આઇ.ઓ નીતિન પાંડેની મહેનત સફળ સાબિત થઇ છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સામે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની 2018માં છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરાવી જયેશ પટેલ બ્રિટન ભાગી ગયો હતો. જામનગરમાં અનેક જમીન કૌભાંડમાં જયેશ પટેલની સીધી સંડોવણી છે. જુદા –જુદા કેસો અંતર્ગત તેની સામે 40 જેટલી ફરિયાદો દાખલ છે. બંને દેશની કાયદાકીય પ્રક્રિયા બાદ જયેશ પટેલને ગુજરાતમાં લાવવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








