Wednesday, December 17, 2025
HomeGujaratBhavnagarભાવનગરમાં પત્નીની હત્યા કરી પતિએ પણ ટ્રેન આગળ પડતું મૂકી કરી આત્મહત્યા,...

ભાવનગરમાં પત્નીની હત્યા કરી પતિએ પણ ટ્રેન આગળ પડતું મૂકી કરી આત્મહત્યા, જાણો ઘટના પાછળનું કારણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં (Bhavnagar) સિહોર નજીક આવેલા તરશીંગડા ડુંગર ખાતે દાંપત્ય જીવનના કરૂણ અંતની ઘટના સામે આવી છે. યુવકે તેની જ પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી, ત્યાર બાદ સાંજે સિહોર રેલવે સ્ટેશન (Sihor Railway Station) ખાતે પતિએ ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી. આરોપીનો મૃતદેહ રેલવે સ્ટેશન પાસેથી અને મહિલાનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. જે મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા બંને પતિ-પત્ની હોવાનું સામે આવ્યું હતું. પહેલા પતિએ પત્નીની હત્યા કરી, ત્યાર બાદ ધરપકડના ડરથી પોતે આત્માહત્યા કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

સામાન્ય રીતે કોઈ પરિણીત યુવકની પત્ની અન્ય કોઈ યુવક સાથે સબંધ ધરાવતી હોય તો પતિ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દે તેવી અનેક ઘટના સામે આવતી હોય છે, પરંતુ સિહોરના તરશીંગડા ડુંગર પાસે એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં મહિલાને પતિએ તેના જ મિત્ર સાથે શારિરીક સબંધ બાંધવા માટે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવની વિગતવાર વાત કરીએ તો તરશીંગડા ડુંગર પાસે રહેતા રાજુ ઉર્ફે રજની વાઘેલા તેની પત્ની કંચન વાઘેલાને અવાર-નવાર તેના મિત્રો સાથે શારિરીક સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જોકે મહિલાએ શારિરીક સબંધ બાંધવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ તેની જ પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી.

- Advertisement -

ત્યાર બાદ આરોપી પતિ સાંજે સિહોર રેલવે સ્ટેશન પાસે પહોંચ્યો હતો. જ્યાં પત્ની હત્યા નિપજાવ્યાના પગલે પોલીસની ધરપકડની બીકથી તેણે સિહોર રેલવે સ્ટેશન પર એકસ્પ્રેસ ટ્રેન વચ્ચે પડતુ મૂકી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે સિહોર પોલીસની ટીમ જાણ થતા તેઓ પણ રેલવે સ્ટેશન દોડી આવ્યા હતા. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ મોકલી આપ્યો હતો, ત્યાર બાદ યુવકની ઓળખતા કરતાં કરતાં પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી. જ્યાં મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બંને મૃતદેહ મળી આવતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી હતી જેમાં બંને પતિ-પત્ની હોવાનું સામે આવ્યું છે. જ્યાં પહેલા આરોપીએ પત્નીની હત્યા કરી, ત્યાર બાદ પોતે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ આ મામલે સિહોર પોલીસે (Sihor Police) આ મામલે વધુ તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular