નવજીવન ન્યૂઝ. પાલનપુર: Palanpur Liquor Board Viral: સામાન્ય રીતે કોઈપણ વસ્તુના વેચાણ માટે જાહેરાતની બોર્ડ, બેનરોની જરુર પડતી હોય છે. પરંતુ દારુ એક એવી ચીજ છે કે, ગુજરાતમાં પ્રતિબંધિત હોવા છતાં બુટલેગરો(Bootleggers) તેનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોય છે. તેને કોઈ જાહેરાત કે, બોર્ડ બેનરની જરુર નથી પડતી. ત્યારે સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયેલો એક દારુના વેચાણનો બોર્ડ (Liquor Board Viral) લગાવેલા વીડિયોએ એકબાજુ લોકોને પેટ પકડીને હસાવ્યાં છે તો બીજીબાજુ પોલીસને પણ દોડતી કરી દીધી છે.
આપણી આસપાસ, શેરી, સોસાયટીમાં પણ આવા બંધ બારણે દારુના ઘણાં વેપલા થતા હોય છે. જેની આપણને જાણ સુધ્ધાં પણ નથી હોતી. પરંતુ દારુડિયાઓ જ્યારે દારુ પી ને આપણા વિસ્તારમાં વાતાવરણ ડહોળે ત્યારે તે ચિંતાનો વિષય બને છે. પરંતુ તેના માટે આપણે કોઈ પગલાં નથી ભરતા. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વીડિયો સામે આવ્યો છે તે વિચારવા મજબૂર કરે છે કે, આખરે આવું બોર્ડ મારવાની ફરજ કેમ પડી?
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે, તેમાં એવુ જોવા મળી રહ્યું છે કે, એક ઘરની બહાર દિવાલ પર બોર્ડ માર્યું છે અને લખ્યું છે કે, “દારુ અહીંયા નથી મળતો,બાજુમાં મળે છે. અહીં કોઈએ આવવુ નહીં”. આ વીડિયો બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાં (Palanpur) દિલ્હી ગેટ વિસ્તારનો છે. એકતરફ આ બોર્ડે લોકોમાં કુતુહલ ઉભુ કર્યુ છે, તો બીજી બાજુ એ પણ વિચારવું રહ્યું કે, આ બોર્ડ મારનાર માણસ દારુ વેચનારથી કેટલો ત્રાહિત હશે?
સોશિયલ મીડિયામાં આ બોર્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, લોકો રમૂજી કમેન્ટ પણ કરી રહ્યાં છે, તો બીજી તરફ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. જેથી આ બોર્ડ જોઈને પોલીસ પણ દોડતી થઈ છે. ત્યારે જાહેરમાં દારુ વેચવાનો ધંધો કરતા બૂટલેગરોમા પણ ફફળાટ વ્યાપ્યો છે.
TAG: Palanpur News, Liquor Board Viral, Banaskantha News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








