Sunday, October 26, 2025
HomeNationalઆસામ પોલીસને અલ્ટીમેટમ, 3 મહિનામાં ફિટ થઈ જાવ નહીંતર ઘર ભેગા

આસામ પોલીસને અલ્ટીમેટમ, 3 મહિનામાં ફિટ થઈ જાવ નહીંતર ઘર ભેગા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દિસપુરઃ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓએ હોય કે કર્મચારીઓ તેમની માનસિક અને શારીરિક તંદુરસ્તી અત્યંત મહત્વની છે. મોટા ભાગે પોલીસ માનસિક રીતે તો તંદુરસ્ત હોય છે, પરંતુ શારીરિક તંદુરસ્તી પર કોઈ ખાસ ધ્યાન આપતું નથી. તેવામાં આસામ સરકારે (Assam Government) રાજ્યની પોલીસને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. આસામ પોલીસમાં (Assam Police) ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ત્રણ મહિનામાં ફિટનેશ મેળવીને વજન ઓછું કરવું પડશે. જો ત્રણ મહિનામાં પોલીસ ફિટ નહીં હોય તો તેમને VRS લઈ લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આસામમાં વધુ દારૂ પીનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કર્યા બાદ હવે હેમંત બિસ્વા સરકાર અનફિટ પોલીસકર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. આસામના DGPએ કહ્યું છે કે, “જે પોલીસકર્મીઓનું વજન વધારે છે અને ફિટ નથી, જો તેઓ નવેમ્બર સુધીમાં તેમનું વજન ઓછું નહીં કરે તો તેમને VRS આપવામાં આવશે. ત્રણ મહિના પછી તમામ પોલીસકર્મીઓનો ટેસ્ટ લેવામાં આવશે.”

- Advertisement -

આ બાબતે મહત્વની માહિતી આપતાં આસામના પોલીસ મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંઘે કહ્યું છે કે, “મુખ્યમંત્રી હેમંત બિસ્વાના નિર્દેશ પર પોલીસ પ્રશાસનમાં સુધારા તરીકે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આસામના પોલીસ મહાનિર્દેશકએ ટ્વિટ કર્યું, “આસામ પોલીસના IPS/APS અધિકારીઓ સહિત તમામ આસામ પોલીસ કર્મચારીઓના ‘બોડી માસ ઇન્ડેક્સ’ (BMI)ને નિયમો અનુસાર રીતે રેકોર્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.”

DGP જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘે કહ્યું કે, “IPS અને APS અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓને 15 ઓગસ્ટ સુધી ત્રણ મહિનાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી તેઓ તેમના BMI રજીસ્ટર કરી શકે. આ પછી અનફિટ પોલીસકર્મીઓએ વીઆરએસ લેવું પડશે. આસામ પોલીસે લગભગ 680 કર્મચારીઓની યાદી તૈયાર કરી છે જેઓ દારૂનું વ્યસન કરનારા છે અથવા વધારે વજનવાળા છે. બહુસ્તરીય સમીક્ષા પછી જે પોલીસકર્મી ફરજ માટે અયોગ્ય છે તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે.

મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ એપ્રિલમાં કહ્યું હતું કે, “દારૂની સમસ્યાને કારણે આસામ પોલીસના લગભગ 300 પોલીસકર્મીઓને નિવૃત્તિ આપવામાં આવશે. આ સંદર્ભે ટૂંક સમયમાં 300 નવા પોલીસકર્મીઓની ભરતી પણ શરૂ કરવામાં આવશે.”

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular