નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કેટલાક લોકો ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે શોર્ટકટ આપનવતા હોય છે. જે શોર્ટકર્ટ તેમને જેલના સળિયા સુધી લઈ જાય છે. પૈસા કમાવાની અંધાળી દોટમાં મહિલા બુટલેગર બની હતી. આ મહિલા બુટલેગરને સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના જંગી જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસ પૂછપરછમાં મહિલા આર્મીમેનની પત્ની હોવાનું સામે આવ્યું છે. પૈસા કમાવવા માટે તેણે ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો. આ મામલે સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલાને એરપોર્ટ પોલીસ સોંપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટેટ મનોટિરિંગ સેલની ટીમેને બાતમી મળી હતી કે સરદારનગર રમેશ દત્તા નગરમાં રહેતા ગીતાબેન યોગેન્દ્ર સિંગ નામની મહિલના ત્યાં વિદેશી દારૂ જથ્થો ઉતારેલો છે. આ મહિલા બુટલેગર દ્વાર ધૂમ વિદેશી દારૂ નુંવેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના અધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બાતમીવાળા સ્થળ પર ત્રાટકી હતી. મહિલા બુટલેગરની ઘરની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 855 જેટલી બોટલ મળી આવી હતી. જેમાં SMCએ 2,63,000નો મુદ્દામાલ જપ્ત કરી મહિલા બુટલેગર ગીતા યોગેન્દ્રસિંહની ધરપકડ કરી એરપોર્ટ પોલીસને સોંપી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, બુટલેગર ગીતા યોગેન્દ્રસિંહ આર્મીમેનની પત્ની છે. તેના પતિ રાજસ્થાન બોર્ડર પર ફરજ બજાવી રહ્યા છે. વધુ પૈસા કમાવવાની લાલચમાં તેણે દારૂનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં થોડા સમય પહેલા તે ગાંધીનગર ખાતે અજય નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. અજય કોઈવાર અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે આપી જતો હતો. તેમજ આજે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે મહિલા લાવી હતી. સ્ટેટ મનોટિરિંગ સેલે દરોડો પાડી મહિલાની ધરપકડ કરી છે. જ્યારે રેડ દરમિયાન અજય નાસી જતા વોટેન્ડ જાહેર કર્યો છે. SMCએ મહિલાને એરપોર્ટ પોલીસ સ્ટેશન સુપરત કરી ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ ડભોડા પોલીસ સ્ટેશનમાં મહિલા પર પ્રોહિબિશનો ગુનો નોંધયેલા છે. ત્યારબાદ અમદાવાદમાં તેણે વિદેશી દારૂનું છુટક વેચાણ શરૂ કર્યું હતું. આ વાત SMCના ધ્યાને આવતા આજે SMCની ટીમે દરોડો કરીને મહિલાની ધરપકકડ કરી છે.








