નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના પોલીસવડા સંજય ખરાતે વધુ એક વખત પોલીસકર્મીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે, જિલ્લાના જુદાજુદા 11 પોલીસ સ્ટેશન્સ, નેત્રમ અને હેડક્વાટરમાં ફરજ બજાવતા 148 પોલીસકર્મીઓની એકાએક બદલી કરતાં જ પોલીસબેડામાં સોંપો ફરી વળ્યો છે. આ સાગમટે કરાયેલી બદલીઓ પોલીસની કાર્યદક્ષતા સુધારવા કરાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. સાગમેટે 148 પોલીસકર્મીઓની બદલીઓ થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે.
અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 148 પોલીસકર્મચારીઓની બદલી કરવના ઓર્ડર કર્યા છે. એક સાથે 148 પોલીસકર્મીઓની બદલીના પગલે વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. જિલ્લા પોલીસવડાએ 131 પોલીસકર્મીઓની બદલી જાહેરહિતમાં અને 17 પોલીસકર્મીઓની બદલી કરી છે. અરવલ્લી પોલીસ તેની કામગીરીને પગલે કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચા સ્થાને રહેતી આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











