નવજીવન ન્યૂઝ. અમરેલી: Amreli Video: હવામાન વિભાગની આગાહીને પગલે હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીઓમાં પણ પુરની સ્થિતિ સર્જાઈ છે. આવામાં કેટલાક લોકો જીવને જોખમમાં મુકી હિરોગીરી કરતા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે અમરેલીમાં (Amreli) પણ 2 યુવાનોનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નદીના ધસમસતા પ્રવાહમાં બાઈક ચલાવવું (Bike Riding in River Water) તેમને ભારે પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.
હવામાનમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે માઝા મૂકી છે. ત્યારે અમરેલીમાં છેલ્લા 7 દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે રાજુલાના બાબરિયાધાર ગામની સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના કારણે નવલખો નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે. તેવામાં 2 યુવાનો નદીના ધસમસતા પુરમાં જીવ જોખમમાં મુકીને બાઈક લઈને હિરોગીરી કરતા રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે યુવાનોને કુદરત સામે હિરોગીરી કરવું ભારે પડ્યું હતું. કારણ કે નદીમાં વહેણનો વધુ ધસારો હોવાથી તેઓ પાણીના ધસમસતા પ્રવાહમાં વહેવા લાગ્યા હતા. આગળ વધુ જોખમ લાગતા તેઓ બન્ને બાઈક પરથી તો નીચે ઉતરી ગયા હતા પરંતુ નદીના વહેતા પાણીમાં તેમની બાઈક નાવડી બની નજર સામે જ તણાઈ ગયું હતું.
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, નદીનું પાણી એટલું છલકાઈ રહ્યું છે કે, રસ્તો ઓળખવો પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આ યુવાનો હિરોગીરી દેખાડી જોખમી રીતે રસ્તો પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આગળ જવાનો જીવ ન ચાલતા અધવચ્ચે બાઈક પરથી બન્ને નીચે ઉતરી જાય છે, પરંતુ બાઈક પાણીમાં ખેંચાઈ રહ્યું છે. જો કે બન્ને યુવાનો બાઈકને પકડી રાખીને પાછુ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બાઈક પાણીના પ્રવાહમાં ન રોકાતા અંતે પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા બન્ને યુવાનોની જોખમી ઘેલછા લોકોમાં હાંસીને પાત્ર બની છે.
TAG: Amreli News, Amreli Video Viral,
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








