Sunday, October 26, 2025
HomeGujaratઅમરેલીમાં યુવકની બેદરાકારી તેને મોતના મુખ સુધી દોરી ગઈ, લોકોએ સમજાવ્યો પણ...

અમરેલીમાં યુવકની બેદરાકારી તેને મોતના મુખ સુધી દોરી ગઈ, લોકોએ સમજાવ્યો પણ તે કોઇની એક ન માન્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલી: Amreli Flood: ગુજરાતમાં ચોમાસાનો (Gujarat Monsoon 2023)ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં અવિરત વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. જેને કારણે લોકોનું જનજીવન પણ ખોરવાયું છે અને અનેક ગામડાઓ પણ સંપર્કવિહોણા બન્યા છે. આવી જ રીતે અમરેલીનું (Amreli) એક ગામડું ખાન ખીજડીયા પણ સંપર્કવિહોણું બન્યું છે. કારણ કે આ ગામમાં આવવા જવા માટે ગામના લોકો એક કોઝ-વેનો ઉપયોગ કરે છે, પણ સતત વરસી રહેલા વરસાદના કારણે આ કોઝ-વે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. આ કોઝ-વે પર એક યુવાન બાઇક લઈને જતાં તે પાણીમાં તણાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના વાડિયામાં તાલુકામાં આવેલા ખાન ખીજડીયા ગામે ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. જેના પગલે ગ્રામજનોને અવર જવર કરવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાત્રિ દરમિયાન નદી પર બનવેલા કોઝ-વે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ત્યારે એક યુવકને લોકોએ આ કોઝ-વે પર ન જવા અનેક વાર સમજાવ્યો છતાં યુવક માન્યો નહીં અને નદી પર બનાવેલા કોઝ-વે પર ધસમસતા પ્રવાહમાં બાઈક લઈને જતાં તે નદીમાં તણાયો હતો. આ અંગે ગ્રામજનોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગાંડીતૂર બનેલી નદીમાં યુવકોની શોધખોળ હાથધરી હતી. જ્યાં આખીરાત્રિની જહેમત બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

- Advertisement -

આ અંગે ફાયર વિભાગે પોલીસને જાણ કરતા વાડિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ મામલે વાડિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ત્યારે બીજી તરફ ગ્રામજનો દ્વારા યુવકને અનેક વખત સમજાવ્યો હોવા છતાં પણ તેની બેદરકારી તેને મોત સુધી દોરી ગઈ.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular