Saturday, October 25, 2025
HomeGujaratAhmedabadગુજરાતનું સૌથી વિશાળ હાઈટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે...

ગુજરાતનું સૌથી વિશાળ હાઈટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લું મુકાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આજે હનુમાન જયંતિની (Hanuman Jayanti 2023) દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદના (Botad) સાળંગપુરમાં (Sarangpur) આવેલા વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરમાં (Kashtabhanjan Hanuman Mandir) કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) પણ હનુમાન જયંતિના દિવસે તેમના પરિવાર સાથે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું (Kashtabhanjandev Bhojanalaya) લોકાર્પણ કરીને આજથી પ્રારંભ કરાવ્યો હતો.

સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરમાં આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદહસ્તે “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર (King of Sarangpur) 54 ફુટ ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાળંગપુર ધામ રોશની અને ફટાકડાઓના અદ્ભુત નજારાઓથી ઝળહળી ઉઠ્યું હતું. ઉપરાંત ગઈકાલ રાત્રે ભજન કિર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક કલાકારો પર પૈસાનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આજે અમિત શાહે વિશાળ હનુમાનજીની મૂર્તિના દર્શન કર્યાની સાથે પૂજા-અર્ચના પણ કરી હતી. ત્યારબાદ ગુજરાતનું સૌથી વિશાળ હાઈટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું ઉદ્ધાટન કર્યં હતું. આજે હનુમાન જયંતિ હોવાના કારણે સાળંગપુર ધામમાં દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સાથે જ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ મંદિરમાં આવવાના હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત મંદિરમાં ગોઠવવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં બનેલા વિશાળ હાઈટેક કષ્ટભંજન ભોજનાલયની વાત કરવામાં આવે તો, આ ભોજનાલય 55 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. 7 વિઘા જમીનમાં ભોજનાલય પથરાયેલું છે. જેમાં 3,25,000 સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું છે. 255 કોલમ પર ભોજનાલય ઊભું કરાયું છે. ભોજનાલયમાં 4555 સ્ક્વેર ફૂટમાં કિચન બનાવાયું છે. આ કિચનમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે. રસોઈ ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ મૂકવામાં આવ્યા છે. 30,060 સ્ક્વેર ફૂટમાં ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 4000થી વધુ ભક્તો ડાયનિંગ ટેબલ પર બેસીને પ્રસાદ લઈ શકશે.

TAG: Amit Shah, Kashtabhanjandev Bhojanalaya, Shree Kashtabhanjan Dev Hanuman Temple, Salangpur

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular