જયંત દાફડા (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં વર્ષ 2022-23 માટે શાસક પક્ષ દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્રમાં સુધારો કરી કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે પત્રકાર પરિષદ સંબોધીને રજૂ કર્યું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્ર વખતે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરની ગેરહાજરી રહી હોવાના કારણે હજી પણ અંદરો-અંદરનો વિખવાદ પૂર્ણ ન થયો હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ આજે કાર્યક્રમ વખતે શહેજાદ ખાન પઠાણથી પત્રકારો પણ નારાજ થતા જોવા મળ્યા છે. પરિણામે શહેજાદ ખાનને કાર્યકાળ દરમિયાન સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતી જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણને બનાવતા અમદાવાદના કોર્પોરેટરમાં બે જુથ પડી ગયા હતા. જો કે શહેજાદખાન પઠાણ ઉપર અનેક આક્ષેપો કરીને વિપક્ષના નેતા ન બનાવવા માટે પણ કોંગ્રેસ પક્ષને રાજૂઆત કરી હતી. તેમ છતાં કોગ્રેસ પક્ષે શહેજાદખાન પઠાણને જ વિપક્ષ નેતા બનવાતા 14 કોર્પોરેટરે બળવો કર્યો હતો. જે મામલો હજૂ શાંત નથી પડ્યો ત્યાં આજરોજ શહેજાદ ખાને યોજેલી પત્રકારમાં નારાજ ચાલતા ઘણાં નેતાઓની સૂચક ગેરહાજરી જોવા મળી છે.
ગત 11 ફેબ્રુઆરીના રોજ રિસાયેલા કોર્પોરેટર્સને મનાવવા માટે કોંગ્રેસે બંધ બારણે 23 કોર્પોરેટર અને ચાર ધારાસભ્ય સહિત પાર્ટીના આગેવાનોએ મિટિંગ કરી સમાધાન કરાવ્યુ હતું પરંતુ આજે સુધારા સાથે જાહેર કરાયેલા બજેટમાં બળવો કરનારા એક પણ કોર્પોરેટર હજાર રહ્યા ન હતા. જો કે આગામી સમયમાં AMCની સામન્યસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સુધારા સાથે અંદાજપત્ર રજૂ કરવામાં આવશે ત્યારે પણ આ કોર્પોરેટર્સની ગેરહાજરી હાજરી રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે એલિસબ્રિજ સ્થિત એક હોટલમાં અંદાજપત્ર રજૂ કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી.

જો કે લોકોના પ્રશ્નો પ્રકાશિત કરતાં પહેલા જ અંધકાર છવાઈ ગયો હતો. કોઈક કારણોસર હોટલમાં લાઇટ જતી રહેવાના કારણે દોડધામ મચી ગઈ હતી. જો કે સમસ્યાનું નિરાકરણ ન આવતા હોટલની કામ ચલાઉ જગ્યા પર પત્રકાર પરિષદ યોજવાનું નક્કી કર્યું હતું. પરંતુ જગ્યા નાની હોવાના કારણે મોટા ભાગના ટીવી મીડિયાના પત્રકારોને જગ્યા મળી ન હતી. પરિણામે પત્રકારો પરિષદની બહાર નીકળી ગયા હતા અને પરિષદનો બહિષ્કાર કર્યો હતો. જેથી વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે ટીવી મીડિયાના પત્રકારોના મનામણાં કરી પરિષદમાં પાછા બોલાવ્યા હતા.
જો કે પત્રકાર પરિષદમાં પહેલાથી જ અન્ય પત્રકારો પોતાની જગ્યાએ બેઠેલા હતા પરંતુ વિપક્ષના નેતાને ટીવીમાં આવવાની ઘેલછાએ તમામ આગળ બેઠેલા મીડિયાકર્મીઓને ઊભા કરાવીને ટીવી મીડિયાને જગ્યા આપી પત્રકાર પરિષદ શરૂ કરી હતી. જોકે જે તે સમયે હાથ જોડી પત્રકારોને વિનંતિ કરી મનાવનાર વિપક્ષ નેતા પોતાની પાર્ટીના કેટલા નારાજ નેતાઓ અને જનતાને મનાવવામાં સફળ થાય છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












