Saturday, October 25, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદઃ મોજશોખ પુરા કરવા યુવકોએ લૂંટ કરી અને ચઢ્યા પોલીસની ઝપટે

અમદાવાદઃ મોજશોખ પુરા કરવા યુવકોએ લૂંટ કરી અને ચઢ્યા પોલીસની ઝપટે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Mobile Loot: રાજ્યમાં શોર્ટકર્ટ રીતે પૈસા કમાવાના ચક્કરમાં યુવાનો ક્રાઈમના (Crime) રવાડે ચઢતા હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે. યુવાનોએ ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે એક મોબાઈલની દુકાનને નિશાન બનાવીને તેમાં હથિયારની અણી લૂંટ (Mobile Loot) ચલાવી હતી. આ યુવાનોએ પ્રથમ વખત જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

Ahmedabad Mobile Thief
Ahmedabad Mobile Thief

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તા પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં 4 યુવાનો બેટરી ખરીદવાના બહાને ગયા હતા. જ્યાં તેમણે દુકાનના માલિકને હથિયાર બતાવીને ફિલ્મી સ્ટાઈલમાં 22 મોબાઈલ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. દુકાનમાં લૂંટ થતા દુકાન માલિકે પોલીસને જાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

- Advertisement -

પોલીસે દુકાનના સી.સી.ટી.વી.ના આધારે આરોપીની ઓળખ કરીને લૂંટ ચલાવનારા ચાર યુવાનોને ગણતરીના કલાકોમાં શહેરકોટડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે સંજયસિંગ તોમર, તરુણસિંગ પરિહાર, હંસરાજસિંહ તોમર અને વિવેક બધેલની ધરપકડ કરીને લૂંટ કરેલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, દુકાનમાં લૂંટ કરવા માટેની ટીપ હંસરાજે આપી હતી. જે અગાઉ આ જ મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો.

આરોપીઓએ પહેલી વખત જ મોજ શોખ કરવા માટે લૂંટનો પ્લાન બનાવીને ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ લૂંટ કરવા માટે પોતાના વાહનોના બદલે ભાડાની રીક્ષામાં આવ્યા હતા. જોકે પ્રથમ વખતમાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપી પાસેથી 22 મોબાઈલ અને રૂપિયા 11,500 અને હથિયાર કબ્જે કર્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular