નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) બાપુનગર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પોલીસકર્મીએ જ લગ્ન લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. આરોપીએ યુવતી સાથે હોટલમાં અવાર-નવાર શારીરક સબંધો બાંધ્યા હતા. પીડિત યુવતીનો નરાધમે બે વખત ગર્ભપાત પણ કરાવ્યો હોવાની ચોકાંવનારી માહિતી સામે આવી છે. પીડિતા જ્યારે આરોપી સાથે લગ્ન કરવાની વાત કરે તો અવ-નવા બહાન કાઢી લગ્ન કરવાની વાતને ટાળતો હતો. ત્યારે એક દિવસ પીડિતા અને આરોપી વચ્ચે લગ્નની બાબતને લઈ ઝઘડો થયો હતો. તે દરમિયાન આરોપીએ પીડિતાને અભદ્ર ગાળો બોલી હાંકી કાઢી હતી. જેને લઈ આ સમ્રગ મામલે પીડિતાએ બાપુનગર પોલીસ સ્ટેશન (Bapunagar Police Station) ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહીતી મુજબ, 2016માં પીડિતા માસીના દીકરાના લગ્ન હોવાથી મૂળી ગામમાંથી અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવી હતી. તે દરમિયાન પીડિતાની મહેન્દ્ર ચાવડા નામના આરોપી સાથે મુલાકાત થઈ હતી. આરોપીએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. ત્યારબાદ આરોપીઓએ પીડિતા પાસે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે પીડિતાના પરિવારે કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. પરંતુ પીડિતા અમદાવાદ હોવાથી મહેન્દ્ર ચાવડા અને પીડિતા વચ્ચે નંબરની આપ-લે થઈ હતી. બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને જોતજોતામાં સંપર્ક ગાઢ બની ગયો હતો. જ્યારે પીડિતા અમદાવાદ આવે ત્યારે મહેન્દ્ર ચાવડા સાથે તેની મુલાકાત થતી હતી. આરોપી મહેન્દ્રએ પીડિતાને લગ્નની લાલચ આપી હતી. જે બાદ બંનેએ બાપુનગરની મધુવન હોટેલમાં શારિરીક સબંધો બાંધ્યા હતા. જેમાં પીડિતાને ગર્ભ રહી ગયો હતો. પીડિતા સરકારી નોકરીની તૈયારી કરતી હોવાથી પરીક્ષા આવવાને લઈ આરોપી મહેન્દ્રએ ગર્ભ પડાવી નાંખવાની સલાહ આપી હતી. જે બાદ પીડિતાએ ગર્ભ પડાવી દીધો હતો. જ્યારે પીડિતા અમદાવાદ આવે ત્યારે મહેન્દ્ર લગ્ન લાલચ આપી તેને ભોળાવી ફોસવાલી હોટેલ લઈ જતા હતો અને શારિરીક સબંધો બાંધતો હતો. 2021માં આરોપી મહેન્દ્રની ભૂજમાં બદલી થઈ હતી. જે બાદ પીડિતા અમદાવાદ રહેવા આવી ગઈ હતી. આરોપી રજાના દિવસે અમદાવાદ આવી પીડિતા સાથે શારીરિક સબંધો બાંધતો હતો.
આમ 2021માં પણ પીડિતાને ગર્ભ રહી ગયો હતો. જે બાદ પીડિતાએ ફરી મહેન્દ્ર ચાવડાને લગ્ન માટે કહેતા તેણે કહ્યું હતું કે, મારી પત્ની સાથે અત્યારે ઝઘડા ચાલી રહ્યા છે. તેને છૂટાછેડા આપી દેવા પછી લગ્ન કરીશ તેવું કહી ફરી પીડિતાનો ગર્ભ પડાવી દીધો હતો. ત્યારે મહેન્દ્ર ચાવડાએ પીડિતાને આપણે ત્યાં સુધી લિવઈન રિલેશનશિપ રહેવાની બાબતે કરાર કર્યો હતો. આમ આરોપીએ બે વખત પીડિતાનો ગર્ભ પડાવી દીધો હતો. ત્યારે થોડા સમય પછી મહેન્દ્ર પીડિતાને કહ્યું હતું કે, મારે તારી જોડે લગ્ન નથી કરવા. જે કરવું હોય તે કરી લે. તેવું કહી તેને અભદ્ર ગાળો ભાંડી હતી. જે બાબતે પીડિતાએ પરિવારને જાણ કરતા પરિવારજનોએ સમ્રગ મામલે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે આરોપી મહેન્દ્ર ચાવડા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડડ કરવા તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796