નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ LOVE IS BLIND કહેવત ખુબ પ્રચલિત છે. ત્યારે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે. શહેરમાં એક તરફી પ્રેમમાં (Love) પાગલ થયેલા યુવકે મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો (Youth Attack on Woman) કર્યો છે. મહિલાને અનેક ઘા મારીને યુવકે હત્યા કરવાની કોશિશ કરી હતી. સમગ્ર બનાવ અંગે ગોમતીપુર પોલીસ (Ahmedabad Police) સ્ટેશનમાં ફરિયાદ કરતા આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા બીનાબેન વૈશ્ય પાસે સાંજના સાત વાગ્યે તેમની જ ચાલીમાં રહેતો રાકેશ મહાવર આવ્યો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી તેમ કહીને ચપ્પુથી જાનથી મારી નાંખવાના ઈરાદે ગળાના ભાગે, દાઢીના ભાગે બે ઘા માર્યા હતા. મહિલા ભાગવા જતાં રાકેશે મહિલાના બરાડાના ભાગે પણ ચપ્પુના બે ઘા મારી દીધા હતા. ઈજાગ્રસ્ત મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતા મહિલાનો ભત્રીજો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. કાકીને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં કાકીએ સમગ્ર બનાવ અંગેની જાણ તેમના ભત્રીજા વિનોદને કરી હતી. વિનોદે આ બનાવ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી રાકેશને પોલીસે ઝડપી પાડ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








