નવજીવન ન્યૂઝ.અરવલ્લી: ગુજરાતમાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી દેતા અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે. આવા જ કેટલાક અમદાવાદના વેજલપુર અને સેટેલાઈટ વિસ્તારથી મેઘરજના નવાગામ (કસાણા) ગામમાં જાનમાં આવેલા જાનૈયાઓમાંથી 6 જાનૈયાઓ એક ખેતરમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતા ઇસરી પોલીસે દબોચી લીધા છે. પોલીસ કાર્યવાહીને પગલે લગ્નની મજા માણવા આવેલા જાનૈયાઓએ લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો હતો. પોલીસે 65 હજારથી વધુની રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અમદાવાદના વેજલપુરથી મેઘરજ જાનમાં આવેલા જાનૈયાઓએ નવાગામ (કસાણા) ગામના દરબા ફળીયા નજીક ખેતરમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા હતા. પોલીસને તેની બાતમી મળી ગઈ , ઇસરી પોલીસ બાતમી મળતા તાબડતોબ બાતમી આધારિત સ્થળે પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે ત્રાટકી સમગ્ર ખેતરને કોર્ડન કરી હારજીતની બાજી લગાવી બેઠેલા 6 જુગારીઓને ઝડપી પાડી જુગાર પર લગાવેલા અને અંગજડતી લેતા 65 હજારથી વધુ રૂપિયા અને મોબાઈલ નંગ-4 મળી કુલ રૂ.79820/- ની મત્તા જપ્ત કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.
લગ્નમાં આવેલા જાનૈયાઓ જુગાર રમતા ઝડપાયાની વાત લગ્નપ્રસંગમાં ફેલાતા પ્રસંગમાં ભંગ પડ્યો હોય તેવો ઘાટ થયો હતો. 6 જુગારીઓ જામીન અપાવવા માટે વર-કન્યા પરિવારના સદસ્યોને ભારે પરસેવો પડ્યો હતો. શકુનિઓની જુગાર રમવાની લાલસાએ બંને પરિવારો માટે ભારે મુશ્કેલી ઉભી કરી હતી.
શકુની જાનૈયાઓ કોણ કોણ વાંચો
1) શુભમ પ્રકાશભાઈ ચૌહાણ (રહે, ચાંદવાળી ફળી, વિરમગામ. અમદાવાદ)
2)અશોક નરહરી ઠક્કર (રહે, સહયોગ 2 સોસાયટી, વેજલપુર, અમદાવાદ)
3) સંજય મેરાજી ઠાકોર (વેજલપુર, મહેમદાવાદ)
4) રાહુલ કિશોરભાઈ દંતાણી (રહે, સૂર્યનગર સોસાયટી, સેટેલાઇટ, અમદાવાદ)
5) રાહુલ સુરસંગ ઠાકોર (રહે, ટેકરીવારો વાસ, વેજલપુર)
6) ચિરાગ ભરતભાઈ રાઠોડ (રહે, ખોડિયાર સોસાયટી, સેટેલાઇટ, અમદાવાદ)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.