Thursday, March 12, 2026
HomeGujaratAhmedabadવધતી વસ્તી, ક્રાઈમ રેટ અને કોમનવેલ્થ બન્યા કારણભૂત, અમદાવાદ શહેર પોલીસની આંતરિક...

વધતી વસ્તી, ક્રાઈમ રેટ અને કોમનવેલ્થ બન્યા કારણભૂત, અમદાવાદ શહેર પોલીસની આંતરિક ભૂગોળ બદલાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : નવ મહિના પહેલાં ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેરની હદમાં ફેરફાર થતાં અમદાવાદ શહેર પોલીસની હદમાં વધારો થયો હતો. શહેર પોલીસમાં કેટલાંક 3 નવા પોલીસ સ્ટેશન, 3 ડિવિઝન ઑફિસ અને ઝોન 8 નું જાહેરનામુ નજીકના સમયમાં બહાર પડશે. પૂર્વ અમદાવાદનો નવો ઝોન – 8 બનાવવાનું કારણ કાયદો અને વ્યવસ્થા તેમજ વધી રહેલી વસ્તી છે. જ્યારે ઝોન-2માં આવી રહેલું નવું પોલીસ સ્ટેશન મોટેરા પાછળ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને લેવાઈ છે. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓએ રામોલ પોલીસ સ્ટેશનની મંગળવારે મુલાકાત લીધી હતી.

અમદાવાદ ઝોન-8માં કેટલાં પોલીસ સ્ટેશન ?

- Advertisement -

Ahmedabad City Police માં ખૂબ જ જલદી ફેરફારો થનારા છે. નવી ઉભી થયેલી જગ્યા ડીસીપી ઝોન-8માં રામોલ, નિકોલ, ઓઢવ, વટવા, વટવા જીઆઈડીસી અને નવું જાહેર થનારૂં વસ્ત્રાલ પોલીસ સ્ટેશન હશે. નવા ઝોનની સાથે-સાથે ડિવિઝન ઑફિસ પણ બનવા જઈ રહી છે. નવા બનેલા ઝોન-8 માટે ઝોન-5માંથી ત્રણ અને ઝોન-6માં બે પોલીસ સ્ટેશનની બાદબાકી થઈ છે.

ત્રણ નવા પોલીસ સ્ટેશન કેવી રીતે બનશે ?

ત્રણ નવા બનનારા પોલીસ સ્ટેશનોમાં મોટેરા, હંસપુરા અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન છે. મોટેરા પોલીસ સ્ટેશનની હદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, તેની આસપાસના સ્પોર્ટ્સ સંકુલ, કોટેશ્વર, રિવરફ્રન્ટ અને રિંગ રોડનો સમાવેશ થશે. મોટેરા પોલીસમાં ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનનો કેટલોક વિસ્તાર સમાવવામાં આવશે. હંસપુરા પોલીસ સ્ટેશન માટે નરોડા પોલીસની હંસપુરા ચોકી, નિકોલની સુકન ચોકી, કૃષ્ણનગરની આદીશ્વર ચોકી તેમજ નવા નરોડા ચોકીનો કેટલોક વિસ્તાર ફાળવવામાં આવશે. નવા બનનારા વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં રામોલ પોલીસની રતનપુરા ચોકી, વસ્ત્રાલ ચોકી, મહાદેવનગરનો થોડોક વિસ્તાર અને ઓઢવ પોલીસની સિંગરવા ચોકીનો વિસ્તાર સમાવવામાં આવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular