Thursday, March 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે 250 CCTV ફૂટેજ તપાસ્યા અને હત્યારાની ઓળખ કરી ગણતરીના...

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 250 CCTV ફૂટેજ તપાસ્યા અને હત્યારાની ઓળખ કરી ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકની અજાણ્યા શખસે હત્યા કરતા સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી. હત્યા કરવા આવેલો શખસે પોતાની ઓળખ છુપાવવા જેકેટ અને ટોપી પહેરી હોવાથી નજરે જોનાર ફરિયાદ પણ ઓળખી શક્યા ન હતા. આ કેસનો ભેદ ઉકેલવા Ahmedabad Crime Branch ની ટીમ કામે લાગી ગઈ હતી અને 250 સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો છે.

કોણે અને કેવી રીતે કરી હતી હત્યા ?

- Advertisement -

વાસણા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, જ્યોતિ મેઘવાલ તેના માતા-પિતા અને બે ભાઈઓ સાથે વાસણા ગુપ્તાનગર માત્રાભાઈ ભરવાડના મકાનમાં ભાડે રહે છે. મોટો ભાઈ હિતેશ સાણંદ ફર્નિચરના કારખાનામાં કામ કરતો હતો. સોમવારની રાતે જ્યોતિ તેના પિતા અને ભાઈ હિતેશ ઘરની બહાર ખુલ્લામાં અલગ અલગ પલંગ પર સૂઈ ગયા હતા. પિતાને મચ્છર કરડતા હોવાથી તે રૂમમાં સૂવા ચાલ્યા ગયા હતા. મધરાત્રિ બાદ બે-અઢી વાગે હિતેશને માર મારવાનો અવાજ આવતા જ્યોતિ જાગી ગઈ હતી. જેકેટ અને ટોપી પહેરીને આવેલા શખસે હિતેશને પેટના ભાગે તિક્ષણ હથિયારના ઘા માર્યા હતા. “મારા ભાઈને કેમ મારે છે” તેમ જ્યોતિ કહેતા અજાણ્યો શખસ ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના લોકો બૂમાબૂમના કારણે એકઠાં થઈ જતાં પોલીસને ઘટનાની જાણ થઈ હતી. કોઈ અદાવતના કારણે હિતેશની હત્યા થઈ હોવાનું પોલીસ અનુમાન કરી રહી હતી. બીજી તરફ હત્યારો સીસીટીવી તેમજ અન્ય લોકોની નજરથી ઓળખ છુપાવવા જેકેટ અને ટોપી પહેરીને આવ્યો હતો.

ક્રાઈમ બ્રાંચને હત્યામાં વપરાયેલી છરી અને કપડા મળ્યા

હત્યારાની ઓળખ કરવા તેમજ તેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ. એલ. સાલૂંકે (PI M L Salunke)ની ટીમ કામે લાગી ગઈ હતી. પીએસઆઈ ડી. ડી. પટેલ (PSI D D Patel) અને તેમના સ્ટાફે સતત કલાકોની મહેનત બાદ 250 જેટલાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેકેટ અને ટોપી પહેરેલો હત્યારો ભાગ્યો તે ઘટના સ્થળથી લઈને અઢી કિલોમીટર સુધીના રૂટ પરના ફૂટેજ તપાસતા વેજલપુર પોલીસ ચોકી (Vejalpur Police Chowki) પાસેના એક કૉમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજથી પોલીસ તપાસને દિશા મળી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે નજીકના વિસ્તારમાં સર્ચ શરૂ કરતાં પોલીસ ચોકીની પાછળના મેદાનમાંથી હત્યારાએ ફેંકી દીધેલું જેકેટ, ટોપી અને છરી મળી આવ્યા હતા.

- Advertisement -

ભાઈની હત્યા કરી હોવાની શંકા હતી હત્યારાને

અમદાવાદની વી .એસ. હૉસ્પિટલ પાસેથી Team Crime Branch એ વિનોદ ઉર્ફે વિકી રામલાલ રંગવાલ (ઉ. 28 રહે. ગુપ્તાનગર, વાસણા)ને ઝડપી પાડ્યો છે. સીસીટીવી ફૂટેજમાં હત્યારાનો ચહેરો પૂર્ણપણે દેખાતા તેનો ફોટો મૃતકના પરિવારજનો તેમજ આસપાસના લોકોને બતાવવામાં આવ્યો હતો. જેના આધારે વિનોદ ઉર્ફે વિકીની ઓળખ થઈ ગઈ. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો ખૂલી હતી. દોઢેક વર્ષ અગાઉ આરોપીના ભાઈ શ્રવણ રંગવાલની લાશ ચંદ્રનગર બ્રિજ નીચે નદીમાંથી મળી હતી. વિનોદને દ્રઢ શંકા હતી કે, તેના ભાઈના મોત પાછળ હિતેશ મેઘવાલનો જ હાથ છે. આ શંકા અને બદલાની આગમાં તેણે હત્યાનું કાવતરું ઘડ્યું અને મધરાત્રિ બાદ અંદાજે દોઢેક વાગે અંધકારનો લાભ લઈ જેકેટ અને ટોપી પહેરીને સૂતેલા હિતેશ પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular