Wednesday, October 8, 2025
HomeGeneralઅમદાવાદ: દિકરા-પુત્રવધુએ માતાને મારી ઘરમાંથી કાઢી મૂકવા ઘમકી, અન્ય પુત્રો વચ્ચે પડતા...

અમદાવાદ: દિકરા-પુત્રવધુએ માતાને મારી ઘરમાંથી કાઢી મૂકવા ઘમકી, અન્ય પુત્રો વચ્ચે પડતા બળાત્કારમાં ફસાવી દેવાનું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં પુત્રવધુના ત્રાસનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સાસુને ઘરકામ બાબતે સગો દીકરો અને તેની પુત્રવધુએ ગાળા-ગાળી કરીને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. ઉપરાંત ઘરમાંથી કાઢી મૂકવા પણ કહ્યું હતું. અન્ય બે દીકરા વચ્ચે પડતાં બળાત્કારના કેસ ફસાવી દેવાની ઘમકી આપતી હતી.



માહિતી અનુસાર, થલતેજ વિસ્તારમાં રહેતા વિજયાબહેનને ત્રણ પુત્ર અને પુત્રી છે. જેમાં સૌથી મોટો પુત્ર લગ્ન બાદથી જ 17 વર્ષ પહેલાં અલગ રહેવા જતો રહ્યો હતો અને તેમના નાનો પુત્ર તેમની સાથે રહેતો હતો. 4 મહિના પહેલા ફરિયાદીનો પુત્ર પોતાના ઘરનો સમાન લઈને પરત ફરિયાદીના ઘરે રહેવા માટે આવ્યો હતો અને ત્યારથી બન્ને આરોપીઓ ફરિયાદી સાથે ઝઘડો કરતા હતા. સાત દિવસ અગાઉ વિજયાબહેન સાથે રિતેશની પત્નીએ તકરાર કરી તેમજ ગાળા-ગાળી કરી હતી. આ અંગે વિજયબહેને પુત્ર રિતેશને વાત કરતા તે ઉશ્કેરાયો હતો અને રિતેશે તેની પત્ની સાથે મળી માતાને અપશબ્દો બોલી મારમાર્યા તેમજ ઘરમાંથી કાઢી મુકવાની અને જાનથી મારવાની ધમકી આપી હતી.

સમગ્ર બાબતે વિજયાબહેને અન્ય બે પુત્રને વાત કરતાં તેમના ભાઈ અને ભાભીને સમજાવવા ગયા ત્યારે તેમને પણ ગાળો બોલીને આરોપી પુત્રવધુએ ધમકી આપવા લાગ્યા કે, હવે વચ્ચે બોલ્યા તો તમને બન્નેને રેપ કેસમાં ફસાવી દઈશ. પુત્રવધુના ત્રાસથી કંટાડી વિજયાબહેન તેમની દીકરી સાથે લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાના જ દીકરા અને પુત્રવધુ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular